Site icon Revoi.in

ભારતીય સીમામાં ઘૂસ્યું પાકિસ્તાની ડ્રોન, એલર્ટ પર બીએસએફ-સર્ચ ઓપરેશન ચાલુ

Social Share
સાંકેતિક તસવીર

આંતરરાષ્ટ્રીય સરહદે કડક ચોકસાઈ બાદ હવે પાકિસ્તાન તરફથી ભારતીય સીમામાં ડ્રોન મોકલવાની કોશિશ થઈ રહી છે. હવે પંજાબના ફિરોઝપુરમાં હુસૈનીવાલા બોર્ડર પર ભારત અને પાકિસ્તાન સીમાની ચેક પોસ્ટ એચ કે ટાવરની પાસે પાકિસ્તાન તરફથી પાંચ વખત ડ્રોન ઉડતું દેખાયું છે.

પાકિસ્તાનની સીમામાં ઉડી રહેલું આ ડ્રોને એક વખત ભારતીય સીમાની અંદર પણ પ્રવેશ કર્યો હતો. આ ડ્રોન પાકિસ્તાન તરફથી ગત રાત્રે 10 વાગ્યાથી 10.40 સુધી ઉડાણ ભરી હતી. બાદમાં 12.25 મિનિટ પર પાકિસ્તાન તરફથી ઉડી ગયું અને પછી ભારતીય સીમામાં ડ્રોને પ્રવેશ કર્યો, તેની માહિતી બીએસએફના જવાનોએ પોતાના ઉચ્ચાધિકારીઓને આપી.

આ ઘટના બાદ બીએસએફ અને પંજાબ પોલીસની સાથે જ અન્ય સુરક્ષા એજન્સીઓ પણ આજે સવારથી જ સર્ચ ઓપરેશન કરી રહી છે કે પાકિસ્તાને ભારત તરફ આ ડ્રોન દ્વારા હથિયાર અથવા નશાની મોટી ખેપ તો નથી મોકલીને. હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

આ પહેલા ગત મહીને પંજાબમાં ડ્રોન દ્વારા હથિયાર ફેંકવાના કેટલાક દિવસો બાદ જ અટારી બોર્ડર નજીક એક ગામમાં વધુ એક ડ્રોન મળ્યું હતું.

કાશ્મીરમાં હિંસા ફેલાવાના નાપાક મનસૂબાને અંજામ આપવાની કોશિશમાં હવે પંજાબના માર્ગે હથિયાર અને ધન પહોંચાડવાની કોશિશ કરાઈ રહી છે. તેના માટે ડ્રોનનો ઉપયોગ કરાઈ રહ્યો છે.

પંજાબ પોલીસ પ્રમાણે, અટારીની નજીક પાકિસ્તાન સીમાની નજીકના ભારતીય ગામ મહુઆમાં 13 ઓગસ્ટે એક ડ્રોન જપ્ત કરવામાં આવ્યું હતું. તેના પર નાયલોનની રસ્સી પણ લગાવવામાં આવી હતી અને આ રસ્સી લાગેલી હોવાનો અર્થ એવો માનવામાં આવે છે કે ડ્રોનના માધ્યમથી કોઈ સામાન પણ મોકલવામાં આવ્યો હતો. ગત મહીને પણ બળેલી સ્થિતિમાં એક ડ્રોન તરનતારનથી જપ્ત કરવામાં આવ્યું હતું.