Site icon Revoi.in

ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારત ફરીથી બન્યું નંબર-1, રોહિત એન્ડ બ્રિગેડે ત્રણેય ફોર્મેટમાં પ્રાપ્ત કરી બાદશાહત

Social Share

નવી દિલ્હી: ટીએમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં 4-1થી હરાવીને ફરી એકવાર નંબર-1નું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેની સાથે ભારત ફરી એકવાર ત્રણેય ફોર્મેટની આઈસીસી રેન્કિંગમાં બાદશાહત પ્રાપ્ત કરવામાં કામિયાબ રહ્યું છે.

ભારતને ઓસ્ટ્રેલિયાથી નંબર-1 ટેસ્ટ ટીમનો તાજ છીનવ્યો છે. ધર્મશાલા ટેસ્ટમાં ઈંગ્લેન્ડને ઈનિંગ અને 64 રનથી હરાવ્યા બાદ ભારતની આઈસીસી રેટિંગ 122 થઈ છે. તો ઓસ્ટ્રેલિયા હવે 117 રેટિંગ સાથે બીજા સ્થાને છે. તેના પછી ઈંગ્લેન્ડ 111 રેટિંગ સાથે રેન્કિંગમાં ત્રીજા સ્થાને છે.

ઈંગ્લેન્ડની વિરુદ્ધ ટેસ્ટ સીરિઝનો પ્રારંભ ભારત માટે સારો ન હતો. મહેમાનોએ ટીમ ઈન્ડિયાને હૈદરાબાદ ટેસ્ટમાં 28 રનથી હરાવીને સીરિઝનો જોરદાર પ્રારંભ કર્યો હતો. જો કે તેના પછી ભારતીય ટીમે જોરદાર વાપસી કરી અને આગામી ચાર મેચો જીતી હતી. ટીમ ઈન્ડિયાએ વિશાખાપટ્ટનમમાં ઈંગ્લેનડને 106, રાજકોટમાં 434 અને 5 વિકેટ અને ધર્મશાલામાં ઈનિંગ અને 64 રનથી હરાવ્યું હતું.

ભારતીય ટીમ માટે સારા સમાચાર એ છે કે ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચાલી રહેલી ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટનું રિઝલ્ટ ચાહે ગમે તે હોય, ભારત ટેસ્ટ રેન્કિંગમાં પહેલા સ્થાને યથાવત રહેશે. મહત્વપૂર્ણ છે કે ઓસ્ટ્રેલિયાએ પહેલી ટેસ્ટ 172 રનના મોટા અંતરથી જીતી હતી.
ભારત હવે ત્રણેય ફોર્મેટના રેન્કિંગમાં ટોપ પર છે. વનડે રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાનું રેન્કિંગ 121 છે, જ્યારે ઓસ્ટ્રેલિયા 118ના રેટિંગ સાથે બીજા સ્થાને છે. તો ટી-20માં ભારત 266નું રેટિંગ ધરાવે છે અને ઈંગ્લેન્ડ 256 સાથે બીજા સ્થાને છે.

સપ્ટેમ્બર, 2023માં ભારતે પહેલીવાર ત્રણેય ફોર્મેટના રેન્કિંગમાં ટોપ પર હતું. જાન્યુઆરી, 2024માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ 1-1થી ડ્રો થયા બાદ ભારત બીજા સ્થાને પહોંચ્યું હતું. પરંતુ હવે ફરી એકવાર ટીમ ઈન્ડિયાએ પોતાની બાદશાહત કાયમ કરી લીધી છે.
ઈંગ્લેન્ડને ખરાબ રીતે હરાવ્યા બાદ ભારત આઈસીસી ટેસ્ટ રેન્કિંગની સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ્સ ટેબલમાં પણ પહેલા ક્રમાંકે છે. ભારતના 68.51 અંક છે.

ટીમ ઈન્ડિયા માટે અહીં પણ સારા સમાચાર એ છે કે ઓસ્ટ્રેલિયા વર્સિસ ન્યૂઝીલેન્ડની મેચનું પરિણામ જે પણ હોય, ભારતની બાદશાહત ડબ્લ્યૂટીસી પોઈન્ટ્સ ટેબલમાં પણ કાયમ રહેશે.