Site icon Revoi.in

કોરોનાવાયરસ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1,086 નવા COVID-19 કેસ

Social Share

અમદાવાદ: દેશમાં કોરોનાવાયરસના કેસમાં 36 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસના 1086 કેસ સામે આવ્યા છે જે ક્યાંક તો ચીંતાનો વિષય છે. છેલ્લા 24 કલાકમાં 15,49,699 રસીકરણ કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, દેશભરમાં રસીકરણ અભિયાન ગયા વર્ષે 16 જાન્યુઆરીએ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. ફ્રન્ટલાઈન કર્મચારીઓનું રસીકરણ ગયા વર્ષે 2 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું.

ઉલ્લેખનીય છે કે દેશમાં છેલ્લા 24 કલાકમાં 71 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. દેશમાં હાલ ભલે અત્યારે કોરોનાવાયરસના કેસ ઓછા પ્રમાણમાં આવતા હોય પરંતુ જો વાત કરવામાં આવે તેની ગંભીરતાની તો હજુ પણ લોકોએ સતર્ક રહેવાની તો જરૂર છે જ.