Site icon Revoi.in

કરતારપુર કોરિડોર અંગે ભારતે પાકિસ્તાનને આપ્યો સદ્ભાવનાનો સંદેશ – અન્ય મંદિરો ખોલવાનો પ્રસ્તાવ મૂક્યો

Social Share

 

દિલ્હીઃ- પાડોશી દેશ પાકિસ્તાન ગમે તે રીતે ભારતની શાંતિમાં ખેલલ પહોંચાડવાના પ્રયત્ન કરતું રહેતું હોય છે, ભારત અને પાકિસ્તાન વચ્ચેના દુશ્મનાવટના સંબંધોથી સમગ્ર વિશ્વ વાકેફ છે, પરંતુ યુદ્ધ પછી પણ શાંતિ અને સદ્ભાવનાનો માર્ગ હંમેશા ખુલ્લો રહે છે.

ત્યારે હવે પાકિસ્તાનમાં કરતારપુર સાહિબ ગુરુદ્વારાની મુલાકાત લેવા માટે કરતારપુર કોરિડોર બનાવવું અને હવે તેને ખોલવાથી શીખ શ્રદ્ધાળુઓને ઘણી સુવિધા મળી રહી છે. એ જ રીતે, ભારતે પાકિસ્તાનને પ્રસ્તાવ મૂક્યો છે કે બંને દેશોના શ્રદ્ધાળુઓ માટે કેટલાક વધુ મંદિરો ખોલવામાં આવે.

બંને દેશો વચ્ચે ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવા માટે ભૂતકાળમાં કેટલાક મંદિરોની યાદી પર સહમતિ જાહેર કરાઈ છે. ભારતે શુક્રવારે પાકિસ્તાનને તેના પર આગળ વધવા માટોનો પ્રસ્તાવ મૂક્યો હતો. ભારતે પાકિસ્તાનને મૌખિક પ્રસ્તાવ કર્યો હતો અને કહ્યું હતું કે બંને દેશોના કેટલાક વધુ મંદિરોની મુલાકાત લેવા માટે હવાઈ મુસાફરીની મંજૂરી આપી શકાય છે.

સરકારે કહ્યું કે આ મામલે તેનો સકારાત્મક અભિગમ છે. તેને આ અંગે પાકિસ્તાનની પ્રતિક્રિયા જાણવા ઈચ્છુક છે. ભારત તીર્થયાત્રીઓ માટે કેટલાક વધુ મંદિરો ખોલવાની દરખાસ્તની વહેલી મંજૂરી માંગે છે, કારણ કે તે શીખ અને હિન્દુ તીર્થયાત્રીઓને સુવિધા આપશે જેઓ પાકિસ્તાનમાં મંદિરોની મુલાકાત લેવા માંગે છે. જો પાકિસ્તાન દ્રારા આ પ્રસ્તાવને જલ્દીથી સ્વીકારી લેવામાં આવે છે તો ભારતના શીખ અને હિન્દુંઓને અહીંના ઘાર્મિક સ્થાનોની મુલાકાત કરવી સરળબની જશે.