Site icon Revoi.in

સંરક્ષણ શસ્ત્રોના નિકાસમાં ભારતે બનાવ્યો નવો રેકોર્ડ – માત્ર 1 વર્ષમાં 13 હજાર કરોડના વેંચાણ સાથે ખાનગી કંપનીઓ મોખરે

Social Share

દિલ્હીઃ- ભારત હવે સંરક્ષણ ક્ષેત્રમાં પણ આત્મનિર્ભર તરફ ઘણો આગળ વધી ચૂકેલો દેશ છે,એટલું જ નહી ભારત સંરક્ષણ શસ્ત્રોની નિકાસ કરવામાં પણ મોખરે છે ત્યારે હવે આ બબાતે ભારતે નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.શિક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવાના ભારતના પ્રયાસોને સતત પાંખો મળી રહી છે. 

ઘરેલું ટેક્નોલોજી વિકસાવવા અને તેને દુનિયાભરમાં લઈ જવાની બાબતમાં દેશનું સંરક્ષણ ક્ષેત્ર સતત આગળ વધી રહ્યું છે. જાણકારી પ્રમાણે ભારતે સંરક્ષણ નિકાસ ક્ષેત્રમાં 13 હજાર કરોડ રૂપિયાના આંકડાને સ્પર્શ કર્યો છે. નાણાકીય વર્ષ 2020-21ની સરખામણીમાં આ 54.1 ટકાનો વધારો છે.

નાણાકીય વર્ષ 2015-16માં ભારતની સંરક્ષણ નિકાસ માત્ર 2059 કરોડ રૂપિયા રહી હતી. બીજી તરફ કોવિડને કારણે છેલ્લા બે વર્ષ સુસ્ત રહ્યા, પરંતુ આ વખતે અમે સારી પ્રગતિ કરી છે. ભારતે પાંચ વર્ષ અગાઉની સરખામણીએ નાણાકીય વર્ષ 2021-22માં સંરક્ષણ નિકાસમાં આઠ ગણો વધારો કર્યો છે.

જો કે, એક બાબત એવી સામે આવી છે જે જાણીને નવાઈ લાગશે ,કુલ નિકાસમાં ખાનગી ક્ષેત્રનો હિસ્સો 70 ટકા છે, જ્યારે જાહેર ક્ષેત્રની કંપનીઓ માત્ર 30 ટકા નિકાસ કરી શકી છે.

 ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડક્શનના એડિશનલ સેક્રેટરીએ આપેલી જાણકારી પ્રમાણે દેશની ડિફેન્સ એક્સપોર્ટ મુખ્યત્વે અમેરિકા, ફિલિપાઈન્સ, સાઉથ ઈસ્ટ એશિયા, મિડલ ઈસ્ટ અને આફ્રિકાના દેશોમાં થાય છે. 2020-21માં ભારતની સંરક્ષણ નિકાસ 8 હજાર 434 કરોડ રૂપિયા હતી, જ્યારે 2019-20માં તે 9 હજાર 115 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે.આમ ભારતે શસ્ત્રોની નિકાસમાં નવો ર્કોર્ડ બનાવ્યો છેે