Site icon Revoi.in

ભારત: સ્માર્ટફોન નિકાસ નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી

Social Share

ભારતની સ્માર્ટફોન નિકાસ નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી છે. ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં તે 58 ટકા વધીને 7.72 બિલિયન ડોલર થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ વૃદ્ધિમાં એપલે સૌથી વધુ ફાળો આપ્યો છે, જેણે કોન્ટ્રાક્ટ ઉત્પાદકો દ્વારા છ બિલિયન ડોલરના આઇફોન નિકાસ કર્યા છે. જે ગયા વર્ષ કરતા 82 ટકા વધુ છે.

ભારતે નાણાકીય વર્ષ 2021માં 3.1 બિલિયન ડોલરના સ્માર્ટફોન નિકાસ કર્યા હતા. 2025 સુધીમાં, આ આંકડો વધીને 24.1 બિલિયન ડોલર થયો છે, જેમાં એપલનો ફાળો 17.5 બિલિયન ડોલર છે. અન્ય મુખ્ય નિકાસકારોમાં પેજેટ ઇલેક્ટ્રોનિક્સનો સમાવેશ થાય છે, જેણે 175 મિલિયન ડોલરના સ્માર્ટફોનની નિકાસ કરી છે. જ્યારે સેમસંગનો કુલ હિસ્સો 12 ટકા હતો. આ ઝડપી વૃદ્ધિ 2020માં રજૂ કરાયેલ ઉત્પાદન-લિંક્ડ ઇન્સેન્ટિવ-PLI પ્રોત્સાહન યોજનાને આભારી છે, જેણે સ્થાનિક ઉત્પાદનને વેગ આપ્યો છે.

Exit mobile version