Site icon Revoi.in

ભારતે દુનિયાના 95 દેશને કોરોનાની વેક્સિનના 7 કરાડથી વધારે ડોઝ પુરા પાડ્યાં

Social Share

દિલ્હીઃ કોરોનાનો એકમાત્ર રામબાણ ઈલાજ એટલે વેક્સિન છે. ભારતે બે રસી બનાવી છે અને હાલ સમગ્ર દેશમાં તેજગતિએ કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 120 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યાં છે. ભારતે દુનિયાના અનેક દેશોને કોરોનાની રસી પુરી પડાવામાં આવી છે. ભારત દ્વારા દુનિયાના 95 દેશમાં કોવિડના કરોડો ડોઝ સપ્લાય કરવામાં આવ્યાં છે.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, ભારતે 22 નવેમ્બર સુધીમાં 95 દેશોને કોવિડ-19 રસીના લગભગ 7.07 કરોડ ડોઝ સપ્લાય કર્યા છે અને તેમાંથી સરકારે 47 દેશોને 1.27 કરોડ ડોઝ સપ્લાય કર્યા કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે બાકીના 58 મિલિયન ડોઝ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા તેના કોમર્શિયલ અને કોવેક્સ વચનો હેઠળ પૂરા પાડવામાં આવ્યા છે. બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા)ને ‘ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ’માં તેનું યોગ્ય સ્થાન મેળવવા માટે સાથે મળીને કામ કરવાનું કહ્યું. વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઈનોવેશનના ક્ષેત્રમાં સહયોગને વધુ મજબૂત કરીને જ આ લક્ષ્‍યાંક હાંસલ કરી શકાય છે. ભારત ‘વૅક્સીન ફ્રેન્ડશિપ’ પ્રોગ્રામ હેઠળ વિશ્વભરના દેશોને કોવિડ-19ની રસી પૂરી પાડી રહ્યું છે. ભારત ‘વેક્સિન ફ્રેન્ડશિપ’ પ્રોગ્રામ હેઠળ વિશ્વભરના દેશોને કોવિડ-19ની રસી પૂરી પાડી રહ્યું છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (SII) ને સંયુક્ત રાષ્ટ્ર સમર્થિત કોવેક્સ ગ્લોબલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ હેઠળ કેટલાક દેશોમાં કોવિડ-19 એન્ટિ-કોવિડ રસી કોવિશિલ્ડના 5 મિલિયન ડોઝ મોકલવાની મંજૂરી આપી હતી. જેમાં નેપાળ, તાજિકિસ્તાન અને મોઝામ્બિકનો સમાવેશ થાય છે.