Site icon Revoi.in

ભારત બાયોટેક વધારશે કોવેકિસનનું ઉત્પાદન, ગુજરાત પ્લાન્ટ સાથે મળીને બનાવશે 200 મિલિયન ડોઝ

Social Share

 હૈદરાબાદ : ભારત બાયોટેક તરફથી દાવો કરવામાં આવ્યો છે કે, તેના દ્વારા બનાવવામાં આવેલી કોરોના રસીનું ઉત્પાદન ખૂબ ઝડપથી વધી રહ્યું છે. ભારત બાયોટેક દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જ્યાં સુધી કોવેક્સિનની વાત છે, કંપની તેના ગુજરાત પ્લાન્ટ સાથે એક વર્ષમાં રસીના 200 મિલિયન ડોઝ બનાવશે અને તેના માટે જુદા જુદા સ્થળોએ ખૂબ જ ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે, જેના માટે વધારાના લેબની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, ભારત બાયોટેકની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ચિરોન બેહરિંગ વેક્સીન્સએ ગુજરાતના અંકલેશ્વરમાં સ્થિત છે. ભારતની પ્રથમ સ્વદેશી કોરોના વેક્સિન, કોવેક્સિનનું ઉત્પાદન ઝડપી બનાવવાની જાહેરાત કરી છે. ભારત બાયોટેકે ગુરુવારે જણાવ્યું હતું કે, દેશમાં રસીઓની વિશાળ અછત છે, જેને ધ્યાનમાં રાખીને કંપની જીએમપી (ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ) ના નિયમો હેઠળ દર વર્ષે 200 મિલિયન એટલે કે 200 કરોડ ડોઝનું ઉત્પાદન કરવાની યોજના ધરાવે છે.

આ યોજના હેઠળ કંપનીના અંકલેશ્વર પ્લાન્ટમાં કોવેક્સિનનું ઉત્પાદન 2021 ના ​​ચોથા ક્વાર્ટરથી શરૂ થશે. એટલે કે, ચિરોન બેહરિંગ પ્લાન્ટની સહાયથી કંપની દર વર્ષે 200 કરોડ ડોઝ કોવેક્સિન બનાવવાની ક્ષમતામાં વધારો કરશે.ચિરોન બેહરિંગ પ્લાન્ટ મુખ્યત્વે રેબીઝની રસી તૈયાર કરે છે. કંપનીએ જણાવ્યું હતું કે, તેની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે તેણે તેના હૈદરાબાદ અને બેંગ્લોર કેમ્પસમાં ઘણી પ્રોડક્શન લાઇનો વિકસાવી છે.