દિલ્હી:કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને યુએસ નાણામંત્રી જેનેટ યેલેન શુક્રવારે નવી દિલ્હીમાં ક્લાયમેટ ફાઇનાન્સ સહિત પરસ્પર હિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે.બંને નેતાઓ ‘ભારત-યુએસ ઇકોનોમિક એન્ડ ફાઇનાન્શિયલ પાર્ટનરશિપ’ ની 9મી બેઠકનું નેતૃત્વ કરશે.યુએસ ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન 11 નવેમ્બરે એક દિવસીય ભારતની મુલાકાતે આવશે.
નાણા મંત્રાલયે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે 9મી ‘ભારત-યુએસ ઇકોનોમિક એન્ડ ફાઇનાન્સિયલ પાર્ટનરશિપ’ મીટિંગ દરમિયાન બંને પક્ષોએ ક્લાઇમેટ ફાઇનાન્સ, બહુપક્ષીય મુદ્દાઓ, ભારતની અધ્યક્ષતામાં જી-20માં ભારત-યુએસ સહયોગ, કરવેરા, સપ્લાય ચેઇનની સ્થિતિસ્થાપકતા પર ચર્ચા કરી હતી. વૈશ્વિક અર્થતંત્ર અને મેક્રો ઇકોનોમિક આઉટલૂક સહિતના પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે.યેલેન ભારત સાથે અમેરિકાની ભાગીદારીના મહત્વ વિશે પણ વાત કરશે.
9મી ભારત-યુએસ EFP મીટિંગની બાજુમાં નિર્મલા સીતારમણ અને જેનેટ યેલેન પણ ટોચના વ્યાપારી નેતાઓ અને પ્રખ્યાત અર્થશાસ્ત્રીઓ સાથે ભારત-યુએસ વેપાર અને આર્થિક તકો પરના રાઉન્ડ ટેબલમાં ભાગ લેશે, એમ અન્ય એક ટ્વિટમાં જણાવાયું છે.