Site icon Revoi.in

પ્રાદેશિક શાંતિ અને સુરક્ષા જાળવવા માટે ભારત -અમેરિકા સતત એકબીજાના સંપર્કમાં રહેશેઃ ડો. એસ.જયશંકર

Social Share

નવી દિલ્હી, 24 માર્ચ 2026: પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે તેમના અમેરિકન સમકક્ષ માર્કો રુબિયો સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. આ ઉચ્ચ સ્તરીય ચર્ચામાં મુખ્યત્વે પ્રવર્તમાન સંઘર્ષની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પડનારી પ્રતિકૂળ અસરો અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

બંને નેતાઓએ સ્વીકાર્યું હતું કે પશ્ચિમ એશિયામાં અસ્થિરતાને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ શકે છે, જેની સીધી અસર આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર પર પડી રહી છે. વાતચીતનો સૌથી મહત્વનો મુદ્દો ઊર્જા સુરક્ષા રહ્યો હતો. કાચા તેલ (Crude Oil) અને કુદરતી ગેસના પુરવઠામાં આવતા અવરોધોને રોકવા અને બજારમાં સ્થિરતા જાળવવા માટે બંને દેશો સહમત થયા હતા.

ડૉ. જયશંકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, પ્રાદેશિક શાંતિ અને સુરક્ષા જાળવવા માટે ભારત અને અમેરિકા સતત એકબીજાના સંપર્કમાં રહેશે. પશ્ચિમ એશિયામાં ઈરાન અને અન્ય દેશો વચ્ચે વધતા તણાવને કારણે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ જેવા મહત્વના દરિયાઈ માર્ગો પર ખતરો વધી રહ્યો છે. ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું તેલ આ વિસ્તારમાંથી મેળવે છે, તેથી ભારત માટે ઊર્જા સુરક્ષા એ અત્યંત સંવેદનશીલ વિષય છે.

વધુ વાંચો: ભારતીય શેરબજારમાં ઉછાળો; સેન્સેક્સ 648 પોઈન્ટ વધ્યો

Exit mobile version