Site icon Revoi.in

ફાઈટર વિમાનોને પૂર્વીય લદ્દાખની સરહદોથી દૂર રાખવા ચીનને ભારતની ચેતવણી

Social Share

નવી દિલ્હીઃ તાઈવાનને ચીને ચારેય બાજુથી ધેરીને સૈન્ય અભ્યાસ શરૂ કર્યું છે. તેમજ ચીન ગમે તે ઘડીએ તાઈવાન ઉપર હુમલો કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન ચીનને પોતાના ફાઈટર વિમાનોને પૂર્વીય લદ્દાખની સરહદોથી દૂર રાખવા ભારતે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ભારત અને ચીન વચ્ચે સીમાને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન તાજેતરમાં જ ભારતે પૂર્વીય લદ્દાખમાં ચીનની ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓ સામે આકરો વિરોધ નોંધાવ્યો હતો. ભારતે ચીનને આ ચેતવણી એવા સમયે આપી છે જ્યારે ચીનનો તાઈવાન સાથેનો વિવાદ ચરમસીમાએ પહોંચી ગયો છે. ભારતે ચીનને સ્પષ્ટ કહી દીધું હતું કે, તેમના વિમાન ઉડ્ડયન સમયે તેમની હદમાં જ રહે. સાથે જ તેઓ એલએસી અને ૧૦ કિ.મી. સીબીએમ લાઈન પાર ના કરે.

વિસ્તારવાદી ચીનના ભારત ઉપરાંત દુનિયાના અન્ય દેશો સાથે સંબંધ તંગ છે. અમેરિકા અને ચીન વચ્ચે લાંબા સમયથી ટ્રેડવોર પણ ચાલી રહ્યું છે. તેમજ તાઈવાન મુદ્દે પણ અમેરિકાએ ચીન સામે નારાજગી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં તાઈવાનને જરૂરી મદદ કરવાની તૈયારી પણ દર્શાવી હતી.

(PHOTO-FILE)