Site icon Revoi.in

ભારત સંરક્ષણ ક્ષેત્રે વધુ શક્તિશાળી બનશે, વાયુસેનામાં S-400 મિસાઈલ સામેલ થશે

Social Share

નવી દિલ્હીઃ આકાશમાં પોતાની તાકાતને વધુ મજબૂત કરવા માટે ભારતીય વાયુસેના ખૂબ જ ટૂંક સમયમાં રશિયન મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનું પ્રથમ ફાયરિંગ ટ્રાયલ શરૂ કરવા જઈ રહી છે. ટૂંકી અને મધ્યમ શ્રેણીની બંને મિસાઈલોનો ઉપયોગ કરીને ઝડપથી આગળ વધતા હવાઈ લક્ષ્યો સામે પરીક્ષણ કરવામાં આવશે. રશિયાએ અત્યાર સુધી ભારતને ત્રણ S-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ સપ્લાઈ કરી છે, જ્યારે બે સિસ્ટમ મળવાની બાકી છે. રશિયા તરફથી મળેલી બે S-400 સ્ક્વોડ્રન દેશના ઉત્તરી અને પૂર્વીય વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે.

ભારત અને રશિયા વચ્ચે પાંચ સ્ક્વોડ્રન S-400 મિસાઈલ સિસ્ટમની આ ડીલ 35 હજાર કરોડ રૂપિયાથી વધુની છે. આ મિસાઈલ દુશ્મનની બેલેસ્ટિક અને ક્રુઝ મિસાઈલ, ફાઈટર પ્લેનને 400 કિમી અંતર સુધી નાશ કરી શકે છે. આ સિવાય આ મિસાઈલ જમીનથી 100 ફૂટ ઉપર ઉડતા ખતરાને ઓળખીને હુમલો કરવામાં પણ સક્ષમ છે. S-400એ આધુનિક યુદ્ધના સૌથી અદ્યતન શસ્ત્રોમાંથી એક છે. આ એક પ્રકારની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ છે, જે દુશ્મનના વિમાનને આકાશમાં જ નીચે પાડી શકે છે. સાથે જ આ મિસાઈલ લાંબા અંતર સુધી મારવાની ક્ષમતા ધરાવે છે. આ સિવાય S-400 મિસાઈલની ડિફેન્સ સિસ્ટમ ચાર અલગ-અલગ મિસાઈલોથી સજ્જ છે. અને S-400 મિસાઈલ 400 કિમી, 250 કિમી, 120 કિમીની મધ્યમ રેન્જમાં દુશ્મનના એરક્રાફ્ટ, બેલિસ્ટિક મિસાઈલ અને AWACS એરક્રાફ્ટને નષ્ટ કરી શકે છે. અને ટૂંકા અંતરમાં 40 કિ.મી. સુધી પણ મારી શકે છે.

ભારતીય વાયુસેના સતત નવી ટેક્નોલોજી અને શસ્ત્રો સામેલ કરીને પોતાની તાકાત વધારી રહી છે. ભારતીય વાયુસેનાનું માનવું છે કે, S-400 ભારતની સરહદોની રક્ષામાં ગેમ ચેન્જર સાબિત થશે. દરેક ફ્લાઇટમાં આઠ લોન્ચર અને દરેક લોન્ચરમાં બે મિસાઈલ હોય છે. સરહદ પર વધી રહેલા ખતરાને જોતા ભારતને રશિયામાં બનેલી આ શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ S-400ની ખૂબ જ જરૂર હતી. આ એન્ટી બેલેસ્ટિક મિસાઈલ અવાજની ઝડપ કરતા પણ વધુ ઝડપથી હુમલો કરી શકે છે.