Site icon Revoi.in

ભારત બનશે વિશ્વ માટે વૈશ્વિક અર્થવ્યવસ્થાનો આધાર,2031 સુધીમાં હાંસિલ કરી શકે છે આ સિદ્ધિ

Social Share

મુંબઈ: જો ભારત આગામી સાત વર્ષ માટે સરેરાશ 6.7 ટકાના દરે વૃદ્ધિ પામે છે, તો તેની અર્થવ્યવસ્થા વર્ષ 2031 સુધીમાં 6,700 અરબ ડોલરની થઈ જશે,જે હાલમાં 3,400 અરબ ડોલર છે. S&P ગ્લોબલ રેટિંગ્સે તેના એક રિપોર્ટમાં આ શક્યતા વ્યક્ત કરી છે.નાણાકીય વર્ષ 2022-23માં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ દર 7.2 ટકા હતો. S&P ગ્લોબલે ‘લૂક ફોરવર્ડઃ ઈન્ડિયાઝ મની’ શીર્ષક હેઠળના તેના અહેવાલમાં આ અનુમાન લગાવ્યું છે. જો કે, તેણે કહ્યું છે કે વૈશ્વિક મંદીની વિલંબિત અસર અને ભારતીય રિઝર્વ બેંક (RBI)ના નીતિ દરમાં વધારાને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં વૃદ્ધિ દર ધીમો પડીને 6 ટકા થઈ શકે છે.

એજન્સી S&P ગ્લોબલ રેટિંગ્સના વૈશ્વિક મુખ્ય અર્થશાસ્ત્રી પોલ ગ્રુનવાલ્ડ,ક્રિસિલના મુખ્ય અર્થ શાસ્ત્રી ધર્મકીર્તિ જોશી અને S&P ગ્લોબલ માર્કેટ ઈન્ટેલિજન્સના મુખ્ય અર્થશાસ્ત્રી  રાજીવ બિસ્વાસએ મળીને આ રિપોર્ટ તૈયાર કર્યો છે.

અહેવાલમાં, તેમણે કહ્યું કે અમે નાણાકીય વર્ષ 2023-24 થી નાણાકીય વર્ષ 2030-31 સુધી ભારત સરેરાશ 6.7 ટકાના દરે વૃદ્ધિની અપેક્ષા રાખીએ છીએ. આ સાથે નાણાકીય વર્ષ 2022-23માં દેશની જીડીપી $3,400 બિલિયનથી વધીને $6,700 બિલિયન થઈ જશે. આ સમયગાળા દરમિયાન માથાદીઠ જીડીપી પણ વધીને લગભગ $4,500 થશે.

રિપોર્ટ અનુસાર, આગામી દાયકામાં ભારત માટે મોટો પડકાર પરંપરાગત રીતે અસંતુલિત વૃદ્ધિને ઉચ્ચ અને સ્થિર વલણમાં રૂપાંતરિત કરવાનો રહેશે. સરકાર અને ખાનગી ક્ષેત્ર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગમાં ઝડપી રોકાણ ભારતને આ માર્ગ પર મૂકી શકે છે.

CRISILના મુખ્ય અર્થશાસ્ત્રી ધર્મકીર્તિ જોશીએ જણાવ્યું હતું કે, “FY2025-26માં વૃદ્ધિ ટોચ પર રહેશે.” રિપોર્ટ અનુસાર, ભારતને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જેવા સુધારાથી ફાયદો થવાની શક્યતા છે. આ ઉપરાંત, નાદારી અને નાદારી સંહિતા લાગુ થવાથી દેવાના કિસ્સામાં પણ વસ્તુઓ સુધરશે.