Site icon Revoi.in

ભારતને કોરોના વેક્સિનના 25 કરોડ ડોઝ ઓછી કિંમતે આપવામાં આવશે: GAVI

Social Share

GAVIની મોટી જાહેરાત

ભારતને ઓછી કિંમતે ડોઝ આપવાની કરી વાત

25 ડોઝ ભારતને મળશે

દિલ્લી: ભારતમાં કોરોનાવાયરસના કેસ સતત વધી રહ્યા છે. ભારતમાં વેક્સિનેશનની પ્રક્રિયા રોકેટની ગતિથી ચાલી રહી છે. આવા સમયામં GAVI (ધ ગ્લોબલ અલાયન્સ ફોર વેક્સિનેશન એન્ડ ઈમ્યુનાઈઝેશન) દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. GAVI દ્વારા ભારતને 25 કરોડ જેટલા ડોઝ ઓછી કિંમતે આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

આ આંતરરાષ્ટ્રીય સંગઠને કહ્યું છે કે, ભારતને રસી માટે તકનીકી મદદ કરવા માટે અને કોલ્ડ ચેઇનની વ્યવસ્થા કરવા માટે 30 મિલિયન અમેરિકી ડોલર એટલે કે આશરે 220 કરોડ રૂપિયા પણ આપવામાં આવશે. GAVIના પ્રવક્તાએ જણાવ્યું કે ગત વર્ષે ડિસેમ્બરમાં જ COVAX બોર્ડની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

સંગઠનના પ્રવક્તાએ કહ્યું કે, અમે હાલના કોરોના સંકટમાં ભારતને મદદ કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીએ. GAVIએ એ પણ સ્વીકાર્યું કે ભારતમાં હાલના કોરોના સંકટની વિશ્વવ્યાપી રસી પુરવઠા પર મોટી અસર પડી છે, કારણ કે ભારત પોતે જ રસી ઉત્પાદન માટેનું એક મુખ્ય કેન્દ્ર છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં 16 જાન્યુઆરીના રોજ કોરોના વેક્સિનેશન કાર્યક્રમ શરુ કરાયો હતો. જેમાં ભારત બાયોટેકની કોવેક્સિન અને સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ દ્વારા જ રસીકરણ થઇ રહ્યું છે. તેમાં પણ કોવિશીલ્ડનો વપરાશ વધુ થઇ રહ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં 16.70 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે.