Site icon Revoi.in

સ્વચ્છ ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ભારતને 2030 સુધીમાં 10.5 બિલિયન ડોલર મળશે

PM receives traditional welcome during his visit to Dibrugarh, Assam on April 28, 2022.

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના યુરોપના પ્રવાશેથી પરત ફર્યાં હતા. આ પ્રવાસ દરમિયાન ભારતે પુરોયના જદેશ જર્મની, ફ્રાન્સ અને ડેનમાર્ક સાથે અનેક કરાર કર્યાં છે. જે અનુસાર સ્વચ્છ ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે ભારતને 2030 સુધીમાં 10.5 બિલિયન ડોલર મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપનો પ્રવાસ જર્મનીમાં શરૂ થયો હતો. જર્મની પછી પીએમ મોદી ડેનમાર્ક અને પછી ફ્રાન્સ ગયા હતા. ભારત અને જર્મની વચ્ચે ગ્રીન એનર્જી પર એક મોટા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

ગ્રીન હાઇડ્રોજન ટાસ્ક ફોર્સની રચના કરવાનો નિર્ણય કર્યો છે. ઉર્જાના સ્વચ્છ અને નવીનીકરણીય સ્ત્રોતોમાં ગ્રીન હાઇડ્રોજન એક સારા વિકલ્પ તરીકે ઉભરી આવ્યો છે. જળવાયુ પરિવર્તન સામે લડવામાં તેના મહત્વને ધ્યાનમાં રાખીને, બંને દેશોએ ગ્રીન હાઇડ્રોજન ટાસ્ક ફોર્સની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો છે. ટાસ્ક ફોર્સ દ્વારા બંને દેશ આ દિશામાં સાથે મળીને પ્રયાસો કરશે. બંને દેશોએ આબોહવા સંરક્ષણ અને જૈવવિવિધતા સંરક્ષણના ક્ષેત્રમાં ભાગીદારી માટે સંયુક્ત ઘોષણાપત્ર પર પણ હસ્તાક્ષર કર્યા.

જર્મનીના ચાન્સેલર ઓલાફ શુલ્ઝે મોદીને જૂનમાં જર્મનીમાં યોજાનારી G-7 બેઠકમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. શુલ્ઝે કહ્યું કે વિશ્વનો વિકાસ ત્યારે જ થઈ શકે છે જ્યારે આપણે સ્પષ્ટ કરીએ કે વિશ્વ કેટલાક શક્તિશાળી દેશોના ઈશારે નહીં પરંતુ ભવિષ્યના સંબંધો પર જ ચાલશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જર્મનીથી ડેનમાર્ક ગયા હતા. જ્યાં વડાપ્રધાન મેટ ફ્રેડરિકસેને નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ફ્રેડ્રિક્સને ઈન્ડિયા-ડેનમાર્ક બિઝનેસ ફોરમમાં ભાગ લીધો હતો. બંને દેશો વચ્ચે વેપાર અને પર્યાવરણીય મુદ્દાઓ સહિત દ્વિપક્ષીય મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

ભારત અને ડેનમાર્ક વચ્ચે 9 કરારો પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ગ્રીન શિપિંગ, પશુપાલન, ડેરી, જળ વ્યવસ્થાપન, ઉર્જા, સાંસ્કૃતિક વિનિમય જેવા 9 ક્ષેત્રોમાં કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ફ્રાંસ પહોંચેલા પીએમ મોદીએ નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે અનેક મુદ્દાઓ પર વાતચીત થઈ હતી. મોદી અને મેક્રોંએ સંરક્ષણ, અવકાશ, નાગરિક પરમાણુ સહયોગ તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ સહિત દ્વિપક્ષીય મુદ્દાઓની શ્રેણી પર ચર્ચા કરી હતી.