Site icon Revoi.in

કોરોના સંકટઃ ભારતમાં માર્ચ મહિનામાં 12થી 14 વર્ષના બાળકોના રસીકરણનો પ્રારંભ થશે

Social Share

નવી દિલ્હીઃ ભારતમાં જાન્યુઆરી મહિનામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે. તેમજ છેલ્લા ચારેક દિવસથી સરેરાશ અઢી લાખ જેટલા પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન બાળકની કોરોના રસીને લઈને રાહતના સમાચાર સામે આવ્યાં છે. વર્ષ 12થી 14 વર્ષના કિશોરોને માર્ચ મહિનામાં કોરોના રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી શકયતા છે.

દેશમાં હાલ 15થી 18 વર્ષના કિશોરોને રસી આપવામાં આવી રહી છે. દેશના તમામ કિશોરોને ફેબ્રુઆરીના અંત સુધીમાં કોરોનાની રસીથી સુરક્ષિત કરવાનો અંદાજ છે. જે બાદ વર્ષ 12થી 14 વર્ષના કિશોરોને રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ભારતના ડ્રગ કંટ્રોલર જનરલે ભારતમાં 12 થી 18 વર્ષના બાળકોને કોરોનાની રસી આપવાની મંજૂરી આપી છે. ભારત બાયોટેકની કોવેક્સીન 12 થી 18 વર્ષની વયજૂથમાં આપવામાં આવે તેવી શકયતા છે.

બાળકોના રસીકરણને લઈને રસી ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળે છે. 12થી 14 વર્ષના બાળકોને ક્યાંરથી રસીની શરૂઆત કરવામાં આવશે તે અંગે આગમી દિવસોમાં નિર્ણય કરવામાં આવશે. રસીકરણ પર રાષ્ટ્રીય તકનીકી સલાહકાર જૂથ (NTAGI) બેઠકમાં યોગ્ય નિર્ણય લેવાશે.અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની પ્રથમ બે લહેરમાં બાળકોને કોઈ અસર થઈ ન હતી. પરંતુ ત્રીજી લહેરમાં અનેક બાળકો સંક્રમિત થયાં છે. બીજી તરફ દુનિયાના અનેક દેશોમાં બાળકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરવામાં આવી રહ્યાં છે.

(Photo-File)