Site icon Revoi.in

અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ મેચમાં ભારતનો 300 રન અને એક ઈનિંગ્સથી વિજ્ય

Social Share

નવી દિલ્હી, 8 જૂન 2026: ભારત અને અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમ વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચનું ત્રીજા જ દિવસે પરિણામ આવી ગયું હતું. અફઘાનિસ્તાનની ટીમને ભારતે એક ઈનીંગ્સ અને 300 રનથી પરાજ્ય આપ્યો હતો. આ ટેસ્ટમેચમાં ડેબ્યુ કરનાર ભારતીય ખેલાડી માનવ સુથાર ચમક્યો હતો. તેણે અફઘાનિસ્તાનની પ્રથમ ઈનીંગ્સમાં છ વિકેટ જ્યારે બીજી ઈનીંગ્સમાં એક વિકેટ ઝડપી હતી.

અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતે પ્રથમ બેટીંગ કરતા 564 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ભારતીય ખેલાડી કે.એલ.રાહુલે 100, સાંઈ સુદર્શને 81, કેપ્ટન શુભમન ગીલે 126, વિકેટ કીપર પંતએ 81 અને વોશિગ્ટન સુંદરે 52 રન બનાવ્યાં હતા. ભારતે આઠ વિકેટ ગુમાવીને 564 રન બનાવીને દાવ ડીક કર્યો હતો. પ્રથમ ઈનિંગ્સમાં બેટીંગ કરવા આવેલી અફઘાનિસ્તાના ખેલાડીઓ માત્ર 152 રન બનાવીને ફોલોઅન થયા હતા. ભારતીય બોલર માનવ સુથારે સૌથી વધારે છ, પ્રસિદ્ધ ક્રિષ્ણાએ 3 અને સુંદરે એક વિકેટ ઝડપી હતી.

ઓલોઅન બાદ બીજી ઈનિંગ્સમાં પણ અફઘાનિસ્તાનના બેસ્ટમેન ભારતીય બોલરો સામે બેટીંગ કરી શક્યા ન હતા. આખી ટીમ માત્ર 112 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ભારતીય બોલર વોશિગ્ટન સુંદરે 4, કુલદીપ યાદવે 3 અને મોહમ્મદ સિરાઝ તથા માનવ સુથારે એક-એક વિકેટ ઝડપી હતી.

Exit mobile version