Site icon Revoi.in

ભારતીય વાયુસેનાનું સી-17 વિમાન કાબુલ રવાના માટે તૈયાર, 250 ભારતીયોને લાવશે પરત

Social Share

દિલ્હીઃ તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ જૂદા જૂદા દેશના લોકો ત્યા ફસાયા છે, ત્યારે ભારત પણ પોતાના નાગરિકોને બહાર કાઢવાના સતત પ્રયત્ન હેઠળ જોવા મળે છે, આ શ્રેણીમાં ભારતીય વાયુસેનાનું સી -17 પરિવહન એરક્રાફ્ટ કાબુલ માટે ટેક ઓફ કરવા માટે તૈયાર છે.

મળતી માહિતી પ્રમાણે આ વિમાન મારફત તાલિબાનના કબજા બાદ યુદ્ધની સ્થિતિમાં અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને દેશમાં પરત લાવવામાં આવશે.મીડિયા રિપોર્ટ મુજબ, પૂરતા પ્રમાણમાં ભારતીય નાગરિકો અફઘાનિસ્તાનની રાજધાનીના એરપોર્ટ પર પહોંચતાની સાથે જ એરફોર્સનું પ્લેન કાબુલ માટે રવાના થશે.

ભારત આઈએએફના પરિવહન વિમાનને કાબુલ લાવવા માટે અમેરિકી સરકાર સાથે નજીકથી કામ કરી રહ્યું છે. સરકારને આશા છે કે આ સી-17 માં 250 ભારતીયોને બહાર લાવી  શકાશે. જો કે, તે તેના પર આધાર રાખે છે કે કેટલા લોકો એરપોર્ટ સુધી પહોંચી શકે છે, કારણ કે કાબુલ તાલિબાનના કબજામાં છે અને દરેક ચોકી અને ચેકપોઇન્ટ પર તેના લડવૈયાઓ દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કાબુલ માટે એર ઇન્ડિયાની ફ્લાઇટની ઉડાન મુશ્કેલ સાબિત થઇ રહી છે, તેથી ઈન્ડિયન એર ફોર્સને સ્ટેન્ડબાય પર મુકવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે અત્યારે અફઘાનિસ્તાનમાં 400 થી વધુ ભારતીયો ફસાયેલા છે, જેમને ત્યાંથી બહાર કાઢવાની જરૂર છે. જો કે, ચોક્કસ આંકડો હજુ સ્પષ્ટ જોવા મળતો નથી. સૂત્રોએ જણાવ્યું કે ગૃહ મંત્રાલય અફઘાન નાગરિકોની વિઝા અરજીઓનું પણ મૂલ્યાંકન કરી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ 15 ઓગસ્ટના રોજ ભારતીય દૂતાવાસના કર્મચારીઓને બહાર કાવા માટે ઈન્ડિયન એર ફઓર્સના બે સી-17 વિમાનો કાબુલથી ઉડાન ભરી હતી. તેમાં ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસના કર્મચારીઓ પણ સામેલ હતા, જેમને કર્મચારીઓની સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે હવે ફરી ભારત પોતાના દેશના નાગરિકોને બહાર કાઢવા માટે ભઆરે દહેમત ઉઠાવી રહ્યું છે.

Exit mobile version