Site icon Revoi.in

ચીનની ઘૂસણખોરી અટકાવવા ભારતીય સેના એકશનમાં, સરહદ પર 10 હજાર જવાનો કરાશે તૈનાત

Social Share

દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી સીમા વિવાદ ચાલી રહ્યો છે. બીજી તરફ ચીન દ્વારા ભારતીય સરહદમાં ઘુસણખોરી કરીને ગામડા વસાવવામાં આવી રહ્યા હોવાનો અહેવાલ સામે આવ્યાં છે. જેથી ભારતીય સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની છે. તેમજ ભારતીય સેનાએ ચીનની ઘુસણખોરી અટકાવવા માટે માસ્ટરપ્લાન બનાવ્યો છે. પૂર્વોત્તર રાજ્યોમાંથી સૈનિકો ને હટાવીને એલએસી પર 10,000 જેટલા સૈનિકોને તૈનાત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ જવાનો ચીનની સેના ઉપર નજર રાખવાની સાથે ઘુસણખોરીને અટકાવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વોત્તરના સૈનિકોને રિઝર્વ ડિવિઝન ગણવામાં આવે છે. જેથી સરહદ પર તૈનાત જવાનોને સહયોગ કરવા માટે 10,000 જેટલા સૈનિકો તૈનાત કરવામાં આવશે. આગામી દિવસોમાં તેમને સંવેદનશીલ વિસ્તારોમાં મોકલવામાં આવશે. ચાલુ વર્ષના અંતિમ ભાગ સુધી પૂર્વ વિસ્તારમાંથી સાત હજાર જેટલા વધુ સૈનિકો ને હટાવી લેવામાં આવશે અને તેમને એલઓસી પર તૈનાત કરવામાં આવશે. ભારતીય સરહદની સુરક્ષાને લઈને સૈનાના ઉચ્ચ અધિકારીઓમાં બેઠકનો દોર ચાલી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ચીન દ્વારા અરુણાલ પ્રદેશમાં ઘૂષણખોરી કરવામાં આવી છે. તેમજ ગુપ્તચર એજન્સીઓના અહેવાલ મુજબ ભારતીય સીમાની અંદર 600થી પણ વધુ ગામ વસાવી લેવાનું ચીન દ્વારા કાવતરુ ઘડવામાં આવ્યું છે. જેથી ભારતીય સુરક્ષા એજન્સીઓ વધારે સાબદી બની છે. તેમજ ચીનની મેલી મુરાદ પાર ના પડે તે માટે સરહદ ઉપર વધારે જવાનોને તૈનાત કરવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.