Site icon Revoi.in

ભારતીય સેનાની તાકાત થશે બમણીઃ એર સ્ટ્રાઈક મિશન માટેનું સ્ટ્રાઈકર હથિયાર હવે ઈઝરાયલ બનાવશે ભારતમાં

Social Share

 

દિલ્હીઃ દેશમાં ત્રણેય સેનાઓ વધુને વધુ મજબૂત બની રહી છે,તેમને મજબૂત બનાવવાની દિશામા કેન્દ્ર દ્રારા અનેક સફળ પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે હવે પુલવામા આતંકી હુમલા બાદ ભારતે બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરીને જે જીત મેળવી હતી તેવા મિશનને વધુ સફળ બનાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે આ હેઠળ ભારતીય સેના માટે ભવિષ્યમાં આ પ્રકારના મિશનનો સામનો કરવો સરળ રહેશે કારણ કે હવે આગામી દિવસોમાં ભારતીય સેના સ્કાય સ્ટ્રાઈકરથી સજ્જ કરવામાં આવશે.

આ માટે એર સ્ટ્રાઈક દરમિયાન જે સ્ટ્રાઈકરનો ઉપયોગ કરવામાં આવે છે તેનું નિર્માણ હવે ભારતમાં થનાર છે, આ સ્ટ્રાઈકર આત્મઘાતી ડ્રોનની જેમ કાર્યરત રહે છે આ સાથે જ દૂરના નિશાના પર વાર કરવાની ક્ષનમતા ધરાવે છે ્ને તેનો અવાજ પણ ખૂબ ઘીમો હોય છે.

મીડિયા એહેવાલ મુજબ જો વાત માનીએ તો  દેશની વાયુસેનાના યુદ્ધ વિમાનોએ જે રીતે વર્ષ 2019માં બાલાકોટ એર સ્ટ્રાઈક કરી હતી. તેવી જ રીતે હવાઈ હુમલા માટે ભારતીય સેનાને વધુ  મજબૂત કરવાનો અથાગ પ્રયાસો થઈ રહ્યા છે, આ માટે સેનાએ 100થી વધારે સ્કાઈ સ્ટ્રાઈકર ખરીદવા માટે એક મોટો સોદો કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે બેંગલુરુની કંપની આલ્ફા ડિઝાઈન ટેકનોલોજીસના નેતૃત્વવાળા સંયુક્ત યુનિટ ઈઝરાયલની કંપની એલ્બિટ સિસ્ટમ સાથે આ કરાર કર્યો છે જે થકી આ સ્ટ્રાઈકર દ્રારા ભારતીય સેનાને વધુ મજબૂત બનાવવાશે.

સ્કાય સ્ટ્રાઈકર શું છે જાણો તે કઈ રીતે કાર્ય કરે છે