Site icon Revoi.in

ઈન્ડિયા ઓપનની ફાઇનલમાં ભારતીય બેડમિન્ટન જોડીની હાર

Social Share

નવી દિલ્હીઃ સાત્વિક-સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય બેડમિન્ટન જોડી ફરી એકવાર ઇતિહાસ રચવાથી ચૂકી ગઈ છે. ઈન્ડિયા ઓપનની ફાઇનલમાં દક્ષિણ કોરિયાની કાંગ મીન હ્યુક અને સિઓ સેંગની જોડીએ 21-15, 11-21, અને 18-21 થી ભારતીય જોડીને હરાવી છે. ભારતીય જોડીને ઉપવિજેતા બનીને સંતોષ માનવો પડ્યો છે. આ પહેલા સેમિફાઇનલમાં મલેશિયાની જોડીને 21 – 18, 21 – 14થી હરાવીને ભારતીય જોડીએ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.