Site icon Revoi.in

સિંગાપોરમાં કારની ટક્કરથી મહિલના મોતના કેસમાં ભારતીય નાગરિકને કોર્ટે ફરમાવી સજા

Social Share

નવી દિલ્હીઃ સિંગાપોરમાં એક ભારતીય નાગરીકને બેદરકારીથી કાર ચલાવવાના કારણે 10 મહિના જેલની સજા આપી છે. એક રિપોર્ટ અનુસાર, 40 વર્ષીય ભારતીય નાગરિકે બેદરકારીથી વાહન હંકારીને 79 વર્ષીય મહિલાનું મોત થયું છે. આ કેસમાં કોર્ટે ભારતીય નાગરિકને કસુરવાર ઠરાવીને તેને 10 મહિનાની સજા સંભળાવી છે.
રિપોર્ટ અનુસાર, સજા પામેલા ભારતીય નાગરિકની ઓળખ શિવલિંગમ સુરેશ તરીકે થઈ છે. વાહન ચાલકને બેદરકારીથી ગાડી ચવાવવાથી દોષી ગણાવ્યો છે. રિપોર્ટ અનુસાર, સુરેશે સિંગાપોરમાં ઝેબ્રા ક્રોસિંગ પાર કરી રહેલી 79 વર્ષિય એક ચીની મહિલાને ટક્કર મારી હતી, જેનાથી જેનું મોત થયું હતુ. જેના લીધે ભારતીય નાગરિકને દોષી ઠરાવીને સજા ફરમાવી હતી.
સુનાવણી દરમિયાન કોર્ટે માન્યુ કે શિવલિંગમ સુરેશે બેદરકારીથી વાહન ચલાવ્યું હતું અને મહિલાને ટક્કર મારી હતી, જેનાથી તેને માથા પર ઈજા થઈ હતી અને એ જ દિવસે મોત થયું. સજા સંભળાવ્યા બાદ સુરેશ મુક્ત થાય પછી 8 વર્ષ સુધી બધી શ્રેણીઓમાં ડ્રાઈવિંગ લાઈસન્સ રદ કરવાની ઘોષણા કરી છે.
સુનાવણી દરમિયાન કહ્યું કે, જ્યારે સુરેશ પ્રાઈમરી શાળા જોડે ઝેબ્રા ક્રોસિંગ પાસે પહોંચ્યો, ત્યારે તે મહિલા પર ધ્યાન જ ના આપી શક્યો અને તેની સાથે ટકરાયો હતો. સુરેશને 10 થી 11 મહિનાની જેલની સજા અને 8 વર્ષ સુધી ડ્રાઈવિંગ લાઈસન્સ રદ કરવાની માંગ કરી હતી. અરજી દરમ્યાન સુરેશે વૃદ્ધ મહિલાના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું અને કહ્યું કે ભારતમાં એ પોતાના પરિવારમાં માત્ર એક જ કમાવા વાળો છે. સુરેશને 2 વર્ષનો એક દિકરો છે, અને તેની પત્નીનો હાથ એક દુર્ઘટનામાં કપાઈ ગયો છે.