નવી દિલ્હી, 7 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી મલેશિયાના બે દિવસીય પ્રવાસે છે. મલેશિયા પ્રવાસે નીકળતા પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મુલાકાતને ભારત અને મલેશિયા વચ્ચેની ‘વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી’ને નવી ઊંચાઈએ લઈ જવાની દિશામાં એક મહત્વપૂર્ણ ગણાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી મલેશિયાના બે દિવસીય પ્રવાસે છે. મલેશિયા પ્રવાસે નીકળતા પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મુલાકાતને ભારત અને મલેશિયા વચ્ચેની ‘વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી’ને નવી ઊંચાઈએ લઈ જવાની દિશામાં એક મહત્વપૂર્ણ ગણાવી છે.
પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર જણાવ્યું હતું કે, તેઓ મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમના નિમંત્રણ પર આ યાત્રા કરી રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ભારત અને મલેશિયા વચ્ચેના ઐતિહાસિક સંબંધોમાં તાજેતરના વર્ષોમાં સતત સુધારો થયો છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય સંરક્ષણ અને સુરક્ષા સંબંધોને વધુ ગાઢ બનાવવાનો તેમજ આર્થિક અને ઈનોવેશન ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે. બંને દેશો વચ્ચેના સહયોગને હવે પરંપરાગત ક્ષેત્રોથી આગળ વધીને નવા આધુનિક ક્ષેત્રોમાં વિસ્તારવામાં આવશે.
મલેશિયામાં વસતા અંદાજે 30 લાખ (ત્રણ મિલિયન) ભારતીયો વિશે વાત કરતા PM મોદીએ કહ્યું હતું કે, આ સમુદાય દુનિયામાં ભારતીય ડાયસ્પોરાના સૌથી મોટા સમુદાયોમાંનો એક છે. મલેશિયાની પ્રગતિમાં તેમનું યોગદાન અમૂલ્ય છે અને તેઓ ભારત-મલેશિયા વચ્ચેના સંબંધોને મજબૂત બનાવતા ‘જીવંત સેતુ’ (Living Bridge) સમાન છે.
પ્રધાનમંત્રી તરીકે મોદીની આ ત્રીજી મલેશિયા મુલાકાત છે. આ પ્રવાસ દરમિયાન 10મા ભારત-મલેશિયા સીઈઓ ફોરમનું પણ આયોજન કરવામાં આવશે. દ્વિપક્ષીય ચર્ચાઓ ઉપરાંત PM મોદી ભારતીય સમુદાયના સભ્યો તેમજ ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે ખાસ વાતચીત કરશે. ઓગસ્ટ 2024માં ભારત-મલેશિયા સંબંધોને ‘વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી’નો દરજ્જો આપ્યા બાદ વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત હોવાથી તે ભૌગોલિક-રાજકીય દૃષ્ટિએ અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ શાહબાઝ શરીફે પીઓકેમાં ફરી એક સભામાં કાશ્મીર પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું

