Site icon Revoi.in

અમેરિકામાં ભારતીય મૂળના વ્યક્તિએ પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરી

Indian-origin man kills three family members
Social Share

જ્યોર્જિયા, 24 જાન્યુઆરી, 2026 – Indian-origin man kills three family members અમેરિકાના જ્યોર્જિયા પ્રાંતમાં ભારતીય મૂળના એક વ્યક્તિએ તેની પત્ની અને ત્રણ સંબંધીઓની ગોળી મારીને હત્યા કરી દીધી છે. જોકે આ શૂટઆઉટ દરમિયાન ત્રણ બાળકોએ કબાટમાં છુપાઈને પોતાનો જીવ બચાવ્યો હતો.

હુમલાખોરની ઓળખ 51 વર્ષીય વિજય કુમાર તરીકે થઈ છે અને તેની પત્નીનું નામ મીમૂ ડોગરા છે. તેમના ત્રણ સંબંધીઓ નિધિ ચંદન, હરીશ ચંદર અને ગૌરવ કુમારની પણ હત્યા કરવામાં આવી છે. પત્ની અને ત્રણ સંબંધીઓની ઘરમાં ગોળી મારીને હત્યા કરવાના આરોપમાં વિજય કુમારની ધરપકડ કરવામાં આવી છે.

અમેરિકાની પોલીસનું કહેવું છે કે આ મામલો ઘરેલુ વિવાદ સાથે જોડાયેલો છે. ગોળીબાર સમયે કુમારના ત્રણ બાળકો કબાટમાં છુપાઈ ગયા હતા અને આ કારણે જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. લોરેન્સવિલે શહેરમાં ગુરુવારે રાત્રે થયેલા ગોળીબારમાં ચાર લોકોનાં મૃત્યુ થયા હતા, જ્યારે ઘટના દરમિયાન ત્રણ બાળકો ઘરની અંદર જ હાજર હતા.

શું કહ્યું ભારતીય દૂતાવાસે?

એટલાન્ટા સ્થિત ભારતીય દૂતાવાસે આ ઘટના અંગે માહિતી આપી હતી. દૂતાવાસે જણાવ્યું કે, પીડિત પરિવારને શક્ય તમામ મદદ કરવામાં આવી રહી છે. ઘરેલુ વિવાદ સાથે જોડાયેલી આ દુખદ ગોળીબારની ઘટનાથી અમે દુખી છીએ. હુમલાના આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને પીડિત પરિવારને સહાય પૂરી પાડવામાં આવી રહી છે.

મીડિયા અહેવાલ અનુસાર, શંકાસ્પદની ઓળખ એટલાન્ટાના રહેવાસી 51 વર્ષીય વિજય કુમાર તરીકે થઈ છે. ગ્વિનેટ કાઉન્ટી પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોમાં કુમારની પત્ની મીમૂ ડોગરા (43), ગૌરવ કુમાર (33), નિધિ ચંદર (37) અને હરીશ ચંદર (38)નો સમાવેશ થાય છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે હુમલાખોર વિરુદ્ધ હત્યા અને બાળકો પ્રત્યે ક્રૂરતા જેવા ગંભીર આરોપો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ VIDEO: ઉત્તરાખંડ-હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાથી જનજીવન ખોરવાયું, પ્રવાસીઓ ફસાયા

સ્થાનિક સમય મુજબ ગુરુવારે મોડી રાત્રે અંદાજે અઢી વાગ્યે બ્રુક આઈવી કોર્ટના 1000 બ્લોકમાંથી પોલીસને આ અંગે કૉલ મળ્યો હતો. અહેવાલ મુજબ ઘટનાસ્થળે પહોંચતા અધિકારીઓને ઘરની અંદર ચાર વયસ્કોના મૃતદેહ મળ્યા હતા, જે તમામના શરીર પર ગોળી વાગવાના નિશાન હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ગોળીબાર શરૂ થયો ત્યારે ત્રણ બાળકો ત્યાં હાજર હતા. પોતાની સુરક્ષા માટે બાળકો એક કબાટમાં છુપાઈ ગયા હતા.

તપાસ અધિકારીઓએ જણાવ્યું કે બાળકોમાંથી જ એક બાળકે કોઈક રીતે 911 પર ફોન કરીને મહત્વની જાણકારી આપી હતી, જેના આધારે પોલીસ અધિકારીઓ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બાળકો સુરક્ષિત હતા અને બાદમાં તેમના પરિવારના એક સભ્ય તેમને પોતાની સાથે લઈ ગયા હતા.

આ પણ વાંચોઃ ગુજરાત ભાજપ દ્વારા એક મહિના સુધી વિવિધ સ્તરે જી-રામ-જી યોજના વિશે જાગૃતિ કાર્યક્રમો યોજાશે

Exit mobile version