Site icon Revoi.in

કોરોનાકાળમાં પણ ભારતીય રેલવેએ તોડ્યો રેકોર્ડ, જૂન મહિનામાં કરી ધરખમ કમાણી

Social Share

નવી દિલ્લી: કોરોના મહામારીમાં જેટલી મહત્વની ભૂમિકા ભારતીય ડોક્ટરોએ નિભાવી છે એટલી જ ફરજ અને જવાબદારી ભારતીય રેલવેએ પણ નિભાવી છે. ભારતીય રેલવેએ કોરોનાકાળમાં પણ ધરખમ કમાણી કરી છે અને રેકોર્ડ તોડી નાખ્યા છે.

જો વાત કરવામાં આવે ભારતીય રેલની કમાણીની તો કોરોના મહામારીનો પડકાર હોવા છતાં ભારતીય રેલવેએ જૂન 2021માં આવક અને માલ ટ્રાન્સપોર્ટેશન રૂપે ઉચ્ચગતિ યથાવત રાખી છે. મિશન મોડમાં જૂન 2021માં ભારતીય રેલવેએ 112.65 મિલિયન ટન માલનું પરિવહન કર્યુ, જે જૂન 2019 (101.31 મિલિયન ટન)ની તુલનામાં 11.19 ટકા વધુ છે.

6.59 મિલિયમ ટન સીમેન્ટ અને 4.28 મિલિયન ટન ક્લિંકર પણ સામેલ છે. જૂન 2021ના મહિનામાં, ભારતીય રેલવેએ માલ ટ્રાન્સપોર્ટેશનથી 11,186.81 કરોડ રૂપિયાની આવક મેળવી, જે જૂન 2020ની તુલનામાં 26.7 ટકા વધુ (8,829.68 કરોડ રૂપિયા) અને જૂન 2019ની તુલનામાં 4.48 ટકા વધુ (10,707.53 કરોડ રૂપિયા) છે.

આ એક સામાન્ય વર્ષ હતુ. આ સમયગાળા માટે એટલે કે જૂન 2020 (93.59 મિલિયન ટન)ની તુલનામાં આ ટ્રાન્સપોર્ટેશન 20.37 ટકા વધુ રહ્યું છે. જૂન 2021 દરમિયાન ટ્રાન્સપોર્ટ કરવામાં આવેલી મહત્વપૂર્ણ વસ્તુઓમાં 50.03 મિલિયન ટન કોલસો, 14.53 મિલિયન ટન લોખંડ, 5.53 મિલિયન ટન કાચુ લોખંડ અને તૈયાર સ્ટીલ, 5,53 મિલિયન ટન ખાદ્યાન્ન, 4,71 મિલિયન ટન ખાતર, 3.66 મિલિયન ટન ખનિજ તેલ સામેલ છે.

રેલવે માલ ટ્રાન્સપોર્ટેશનને આકર્ષક બનાવવા માટે ભારતીય રેલવેમાં અનેક પ્રકારની રાહત કે છૂટ પણ આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે વર્તમાન નેટવર્કમાં માલગાડીઓની ગતિ વધારી દેવામાં આવી છે. માલ ટ્રાન્સપોર્ટેશનની ગતિમાં સુધારથી તમામ હિતધારકો માટે ખર્ચની બચત થાય છે. ગત 19 મહિનામાં માલ ટ્રાન્સપોર્ટેશનની ગતિ બમણી થઇ ગઇ છે. ભારતીય રેલવે દ્વારા કોવિડ-19નો ઉપયોગ ચારેતરફ કાર્યક્ષમતા અને પ્રદર્શનમાં સુધારના અવસર રૂપે કરવામાં આવ્યો છે.

ભારતીય રેલવેનો ઉપયોગ કોરોનાની બીજી લહેર દરમિયાન પણ કરવામાં આવ્યો હતો જેમાં સરકાર દ્વારા દરેક રાજ્યોને ઓક્સિજન મળી રહે તે માટે કરવામાં આવ્યો હતો. આજના સમયે પણ સરકાર દ્વારા જરૂરી રાજ્યોને ઓક્સિજન તથા અન્ય પ્રકારની સામાન સામગ્રી ટ્રેન દ્વારા મોકલી આપવામાં આવે છે. આ ઉપરાંત સરકાર દ્વારા હવે મુસાફરોની સંખ્યા વધે તે માટે પણ પેસેન્જર ટ્રેનને ફરીવાર ચલાવવામાં આવી રહી છે.