Site icon Revoi.in

ભારતીય રેલવેઃ 10 મહિનાની બાળકીનું નોકરી માટે રજિસ્ટ્રેશન

Social Share

નવી દિલ્હીઃ ભારતીય ઈતિહાસમાં કદાચ પ્રથમવાર 10 મહિનાની બાળકીનું નોકરીનું રજિસ્ટ્રેશન કરવવામાં આવ્યું છે. બાળકીના પિતા રેલવેમાં નોકરી કરતા હતા. એક અકસ્માતમાં બાળકીના માતા-પિતાનું અવસાન થયું હતું. ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગ્રે ઉપસ્થિત અધિકારીઓ અને રેલવેના કર્મચારીઓ ભાવુક થઈ ગયા હતા. આ નોંધણીની પ્રક્રિયા દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે રાયપુર રેલ વિભાગમાં થયાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રેલવેના રાયપુર વિભાગમાં નાના બાળકની નિમણૂંક માટે માઇનોર રજિસ્ટ્રેશન કરવામાં આવ્યુ છે. બાળકી ફોર્મ ઉપર હસ્તાક્ષર કરી ના શકતી હોવાથી તથા અંગુઠાના નિશાન શક્ય નહીં હોવાથી અધિકારીઓએ જ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. બાળકીના પિતા રાજેન્દ્ર કુમાર પીપી યાર્ડ ભિલાઈમાં આસિસ્ટન્ટ પોસ્ટ પર કાર્યરત હતા.

માર્ગ અકસ્માતમાં રાજેન્દ્ર કુમાર અને તેમની પત્નીનું નિધન થયું હતું. બાળકીના ઉજવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરવામાં આવી છે. બાળકી સગીર થઈ જશે તો તે ડ્યુટીમાં જોડાઈ શકશે. નોકરીમાં જોડાતા જ તેને પગાર સહિત રેલવેની તમામ સુવિધાઓ મળશે. અત્યારે રેલવે અધિકારીઓએ બાળકીના પરિજનોને તેની યોગ્ય સારસંભાળ અને અભ્યાસ કરાવવા માટે સુચન કર્યું છે.