Site icon Revoi.in

ભારતીય રેલ્વેએ બદલ્યો  નિયમ – કોરોનાકાળમાં બુક થયેલી ટિકિટના રિફંડની સમય મર્યાદા વધારીને 9 મહિના કરી 

Social Share

દિલ્હીઃ-રેલ્વેએ જણાવ્યું કે, હેલ્પલાઈન નંબર  139 અથવા આઈઆરસીટીસી વેબસાઇટના માધ્યમથી  કાઉન્ટર ટિકિટ રદ કરવાના સ્થિતિમાં પણ, કોઈપણ રેલ્વે કાઉન્ટર પર ટિકિટ જમા કરવાની સમય મર્યાદાને  મુસાફરીની તારીખથી વધારીને 9 મહિના સુધી વધારી દેવામાં આવી છે.

રેલ્વે કોરોનાનાન કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન કાઉન્ટરથી બુક કરાવેલ ટિકિટ રદ કરવા અને તેનું રિફંડ મેળવવા માટેના સમયને લંબાવી દીધો છે. રેલ્વે દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ પીઆરએસ કાઉન્ટરની ટિકિટ રદ કરવા અને કોઈપણ કાઉન્ટરમાંથી રિફંડ મેળવવા માટેની સમય મર્યાદા 6 મહિનાથી વધારીને 9 મહિના કરવામાં આવી છે.

ભારતીય રેલ્વેના જણાવ્યા અનુસાર, 21 માર્ચ, 2020 થી 31 જુલાઈ, 2020 ની યાત્રા માટે ટિકિટ બુક કરાવનારા લોકોને રિફંડ આપવામાં આવશે. એટલે કે, જો તમે 30 જુલાઇ માટે ટ્રેનની ટિકિટ બુક કરાવી હતી, તો તમે તેને એપ્રિલ સુધીમાં રદ કરી શકો છો અને રિફંડ મેળવી શકો છો. આ નિયમ ફક્ત તે જ ટ્રેનોની નિર્ધારિત સમય ટેબલવાળી ટ્રેનોની ટિકિટ પર લાગુ થશે, જેને રેલવે દ્વારા રદ કરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના જોખમને ધ્યાનમાં રાખીને રેલ્વેએ 22 માર્ચથી ટ્રેનોની સેવાઓ બંધ કરી દીધી હતી. ત્યાર બાદ રેલવે દ્વારા કોવિડ -19 ને ધ્યાનમાં રાખીને ટિકિટ રદ કરવા અને ભાડા પરત પરત કરવા અંગે માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી. ત્યારે હવે રદ થયેલી ટિકિટના રિફંડ માટેની સમય નર્યાદા વધારવામાં આવી છે

 

સાહિન-