Site icon Revoi.in

કોરોનાકાળ દરમિયાન ભારતીય રેલ્વેએ 36 હજાર કરોડનું વેઠવું પડ્યું નુકશાનઃ રેલ રાજ્ય મંત્રી

Social Share

દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી વિતેલા વર્ષથી જ શરુ થઈ ચૂકી હતી, દેશભરમાં કોરોનાના સતત કેસો નોંધાતા સરકારે લોકડાઉન લગાવ્યું હતું જેને લઈને અનેક ક્ષેત્રમાં આર્થિક રીતે તેની માઠી અસર જોવા મળી હતી, લોકડાઉન અને કોરોનાના કારણે ભારતીય રેલ્વે એ પણ ઘણું મોટૂ નુકશાન વેઠવું પડ્યું છે, કોરોનામાં અનેક ટ્રેનોનું સંચાલન ઘણા મહિનાઓ સુધી બંધ રાખવામાં આવ્યું હતું અને રેલ્વેે તેની આવક સાથે સમજોતો કરવો પડ્યો હતો.

રેલવે સ્ટેશન પર અંડરબ્રિજના શિલાન્યાસ સમારોહમાં કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવેએ આ બાબતને લઈને કહ્યું હતું કે કોરોના મહામારી દરમિયાન રેલવેને  કુલ 36 હજાર કરોડનું નુકસાન થયું છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય પરિવહનમાં માલગાડીઓની સ્થિતિ વાસ્તવિક આવક ઉત્પાદક જેવી છે.ઉલ્લેખનીય છે કે માલગાડીઓ બંધ થતા જરુરિયાત સિવાય અનેક માલસામાનની અવર જવર અટકી રહતી પરિણામે ઘણું નુકાશાન વેઠવાનો વારો આવ્યો હતો.

તેમણે એમ પણ કહ્યું હતું કે બુલેટ ટ્રેન પર બાંધકામ હેઠળના મુંબઈ-નાગપુર એક્સપ્રેસ વે પર પણ કામ શરૂ કરવામાં આવશે.આ સાથે જ તેમણે કહ્યું કે પેસેન્જર ટ્રેનો હંમેશા ખોટમાં દોડે છે.

આ સાથે જ જણાવ્યું હતું કે મુસાફરો ટિકિટ ભાડામાં વધારો કરવાથી પણ પ્રભાવિત થાય છે, તેથી અમે આ કરી શકતા નથી. કોરોના મહામારી દરમિયાન માત્ર માલગાડીઓએ જ આવક મેળવી છે. આ ટ્રેનોએ માલ પરિવહન અને લોકોને રાહત આપવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે.