Site icon Revoi.in

ભારતીય શેરબજાર કડાકોઃ રોકાણકારોનું રૂ. 5 લાખ કરોડનું ધોવાણ

Social Share

નવી દિલ્હીઃ ભારતીય શેરબજાર આજે સતત પાંચમાં દિવસમાં તુટ્યું હતું. ભારતીય શેરબજારમાં આજે ભારે ઘટાડાથી રોકાણકારોને રૂ.5 લાખ કરોડનું નુકસાન થયું હોવાનું મનાઈ રહ્યું છે. મુંબઈ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ 1000 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી 300 પોઈન્ટના ઘટાડા સાથે 16,000ના આંકડાની નીચે આવી ગયો હતો. ભારતીય બજારોમાં સતત પાંચમા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકામાં મોંઘવારી દરને પગલે યુએસ શેરબજારમાં ઘટાડો થયો હતો. તેની અસર એશિયન બજાર ઉપર પણ અસર જોવા મળી રહી છે.

શેરબજારમાં ભારે ઘટાડાથી રોકાણકારોની સંપત્તિને જબરદસ્ત નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ શેરોની માર્કેટ મૂડીમાં ભારે ઘટાડા બાદ રૂ. 5 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો હતો. બુધવારના રોજ બજાર બંધ થવા પર BSE પર લિસ્ટેડ શેરનું માર્કેટ કેપ રૂ. 246 લાખ કરોડ હતું, જે ગુરુવારે બજારમાં ભારે ટ્રેડિંગને કારણે ઘટીને રૂ. 241 લાખ કરોડ પર આવી ગયું હતું. છેલ્લા એક મહિનામાં BSE પર લિસ્ટેડ શેર્સની માર્કેટ કેપમાં લગભગ રૂ. 34 લાખ કરોડનો ઘટાડો થયો છે.

યુએસમાં મોંધવારી દરના જે આંકડા સામે આવ્યાં છે. જેને લઈને બુધવારે યુએસ શેરબજારોમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકાના મોંધવારી દર ઘટાડો નોંધાયો હતો. મોંઘવારી દર 8.5 ટકાથી ઘટીને 8.3 ટકા થયો છે. પરંતુ બજારને આના કરતાં વધુ મોંધવારી દરમાં ઘટાડો થવાની અપેક્ષા હતી. બજારને આશંકા છે કે યુએસ ફેડ રિઝર્વ ફરીથી વ્યાજ દરમાં વધારો કરી શકે છે. આ જ કારણ છે કે એશિયન બજારો વૈશ્વિક સંકેતોની સવારમાં ઘટાડા સાથે ખુલ્યા હતા અને ભારતીય શેરબજાર તેની અસરથી અછૂતું નહોતું.