Site icon Revoi.in

ભારતીય શેરબજારમાં કડાકો, BSE 961 અને NSE 318 પોઈન્ટ તુટ્યું

Social Share

મુંબઈ, 27 ફેબ્રુઆરી 2026: ભારતીય શેરબજારમાં અઠવાડિયાના છેલ્લા વર્કીંગ ડેએ ભારે મંદીનો માહોલ જોવા મળ્યો હતો. સેંસેક્સ અને નિફ્ટીમાં એક ટકાથી વધારેનો ઘટાડો થયો છે. 30 શેરવાળા બીએસઈ સેંસેક્સ 961.42 પોઈન્ટ એટલે કે 1.17 ટકાના ઘટાડા સાથે 81287.18 પોઈન્ટ ઉપર બંધ થયું હતું. 50 શેરવાળા એનએસઈ નિફ્ટી 317.90 પોઈન્ટ એટલે કે 1.25 ટકા ઘટાડા સાથે 25178.65 ઉપર બંધ રહ્યું હતું.

ઓનલાઈન ટ્રેડિંગ અને વેલ્થ ટેક ફર્મના જણાવ્યા અનુસાર ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને હાલમાં અમેરિકા-ઈરાન વચ્ચે વાત-ચીત કોઈ પણ સફળતા વિના પૂર્ણ થઈ હતી. જેથી અમેરિકા ગમે ત્યારે હુમલો કરે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જેની અસર શેરબજાર ઉપર જોવા મળી રહી છે. ભારતીય શેરબજારમાં આજે આવેલા ઘટાડાને પગલે રોકાણકારોને વ્યાપક નુકશાન થયું છે.

Exit mobile version