Site icon Revoi.in

ભારતીય શેરબજારમાં કડાકો, સોના-ચાંદીના ભાવ પણ ઘડ્યાં

Social Share

મુંબઈ, 8 જૂન 2026: પશ્ચિમ એશિયામાં સર્જાયેલી ભૌગોલિક-રાજકીય  તણાવની સ્થિતિની સીધી અસર ભારતીય નાણાકીય બજાર પર જોવા મળી છે. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે જ રોકાણકારોમાં ગભરાટ ફેલાતા ભારતીય શેરબજાર લાલ નિશાન સાથે ખૂલ્યા હતા. માત્ર શેરબજાર જ નહીં, પરંતુ બુલિયન માર્કેટ અને ભારતીય રૂપિયામાં પણ નરમ વલણ જોવા મળ્યું હતું. બીએસઈ 719.08 પોઈન્ટના ઘટાડા સાથે 73524 અને એનસેઈ 243.70 પોઈન્ટના ઘટાડા સાથે 23123 ઉપર બંધ રહ્યો હતો.

બજાર ખુલતાની સાથે જ ચોતરફ વેચવાલીનો માહોલ જોવા મળ્યો હતો. મુખ્ય સૂચકાંકો દબાણ હેઠળ ટ્રેડ કરી રહ્યા છે. BSE સેન્સેક્સ  શરૂઆતી કારોબારમાં 500 પોઇન્ટ ગગડીને 73,732ની સપાટી પર આવી ગયો છે. નિફ્ટીમાં પણ 100 પોઇન્ટનો કડાકો બોલી ગયો છે.  આજે બજારમાં ચોતરફ વેચવાલી વચ્ચે માત્ર મીડિયા અને ફાર્મા ક્ષેત્રો જ લીલા નિશાનમાં (મજબૂતી સાથે) જોવા મળ્યા છે, જ્યારે બાકીના તમામ મુખ્ય સેક્ટોરલ ઇન્ડેક્સ દબાણ હેઠળ છે.

સોના ચાંદી બજારમાં પણ ઘટાડાનો દૌર જોવા મળી રહ્યો છે. સોનુ 1600 રૂપિયા ઘટીને 1 લાખ 53 હજારના ભાવે છે. તો ચાંદી 5 હજાર રૂપિયા  તૂટીને 2 લાખ 43 હજારની સપાટીએ છે.   વૈશ્વિક બજારના દબાણના કારણે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 37 પૈસા નરમ થઈને ખૂલ્યો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને સપ્લાય ચેઇનની ચિંતાઓ વચ્ચે OPEC+ દેશોએ બજારને રાહત આપવા માટે તેલનું ઉત્પાદન વધારવાનો મહત્વનો નિર્ણય લીધો છે.

Exit mobile version