Site icon Revoi.in

અંડર-19 ક્રિકેટ વિશ્વકપમાં સુપર-6માં પહોંચી ભારતીય ટીમ

Social Share

નવી દિલ્હીઃ ભારતે UNDER-19 ક્રિકેટ વિશ્વકપના સુપર-6માં જગ્યા બનાવી લીધી છે. ગ્રૂપની છેલ્લી મેચમાં ભારતે અમેરિકાને 201 રનથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયા ગ્રૂપસ્તરની તમામ મેચો જીતીને ટોચ પર રહી. અમેરિકા સામે ટૉસ હારીને પહેલી બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 326 રન બનાવ્યા. ભારત દ્વારા અપાયેલા વિશાળ લક્ષ્યને ચેઝ કરવા ઉતરેલી અમેરિકાની ટીમ માત્ર 126 રન પર ઓલઆઉટ થઈ ગઈ અને મેચ હારી ગઈ હતી. સુપર-6માં ભારતની આગામી મેચ મંગળવારે ન્યૂઝીલેન્ડ સામે રમાશે. 

ભારતીય ટીમે અંડર-19 વર્લ્ડ કપની છેલ્લી ગ્રુપ મેચમાં અમેરિકાને 201 રને હરાવ્યું હતું. આ જીત સાથે તે સુપર સિક્સમાં પહોંચી ગઈ છે. તેના ત્રણ મેચમાં છ પોઈન્ટ છે. આ સાથે જ અમેરિકા એકપણ મેચ જીત્યા વિના ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. ભારત ગ્રુપ Aમાં ટોચ પર છે. જ્યારે બાંગ્લાદેશ ત્રણ મેચમાં ચાર પોઈન્ટ સાથે બીજા સ્થાને રહ્યું. આયર્લેન્ડની ટીમ બે પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને રહી હતી. અમેરિકાનું ખાતું ન ખૂલ્યું અને તે ચોથા સ્થાને રહ્યું હતું.

ભારતે 50 ઓવરમાં પાંચ વિકેટે 326 રન બનાવ્યા હતા. અર્શિન કુલકર્ણીએ 108 રન બનાવ્યા હતા. મુશીર ખાને 73 રનની ઇનિંગ રમી હતી. કેપ્ટન ઉદય સહારને 35 રન બનાવ્યા હતા. પ્રિયાંશુ મોલિયા 27 રન બનાવીને અણનમ રહ્યો હતો. આદર્શ સિંહે 25 રન અને સચિન ધસે 20 રન બનાવ્યા હતા. અમેરિકા તરફથી અતિન્દ્ર સુબ્રમણ્યમે સૌથી વધુ બે વિકેટ લીધી હતી. 327 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી અમેરિકી ટીમ 50 ઓવરમાં આઠ વિકેટે 125 રન જ બનાવી શકી હતી. તેના માટે ઉત્કર્ષ શ્રીવાસ્તવે સૌથી વધુ 40 રન બનાવ્યા હતા. ભારત તરફથી નમન તિવારીએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.