Site icon Revoi.in

વિદેશમાં રહેતા ભારતીય પ્રવાસીઓ હવેથી ત્યા રહીને જ આંતરરાષ્ટ્રીય ડ્રાઈવિંગ પરમિટને રિન્યૂ કરાવી શકશે

Social Share

દિલ્હીઃ-દેશના નાગરીકો જે વિદેશમાં વસી રહ્યા છે તેઓ માટે એક સારા સમાચાર પ્રાપ્ત થી રહ્યા છે, મળતી માહિતી પ્રમાણે એવા દેશના લોકો કે જેમના આંતરરાષ્ટ્રીય ડ્રાવિંગ પરમિટની સમય મર્યાદા વિદેશમાં રહેતા સમાપ્ત થી ચૂકી છે તેઓ હવે વિદેશમાં રહીને જ તેને રિન્યૂ કરાવી શકશે, આ નવી યોજના 25 ફએબ્રુઆરીથી લાગુ કરવામાં આવશે

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા ભારતીય નાગરીકો માટે આઈડીપી રજુ કરવાની સુવિધા પ્રદાન કરવા માટે 7 જાન્યુઆરી વર્ષ 2021ના રોજ જેની વિદેશમાં ડ્રાઇવિંગ પરમિટ સમાપ્ત થઈ ગઈ છે તેને લઈને એક  સુચના જારી કરી હતી, આ અંગે મંત્રાલયે રવિવારે જણાવ્યું હતું કે જો દેશના નાગરિકો વિદેશમાં હોય અને તેમની IDP સમાપ્ત થઈ જાય, તો તેના નવીકરણ માટેની કોઈ વ્યવસ્થા નહોતી.

જાણો કઈ રીતે વિદેશમાં વસતા નાગરિકો પરમિટ રિન્યૂ કરાવી શકશે

આ નિર્ણયની સાથે એ પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો છે કે, ભારતીય નાગરીક વિદેશઓમાં ભારતીય દૂતાવાસ મિશનના માધ્યમથી આ પરમિટ રિન્યૂ માટેની અરજી કરી શકશે, જ્યાથી આ અરજી ભારતમાં વાહન પોર્ટલ પર મોકલવામાં આવશે ત્યાર બાજ તે અરજીને જે તે વિસ્તારના આરટીઓ કાર્યાલયમાં મોકલાશે જેયા આ અંગે વિચાર કરવામાં આવશે,આઇડીપી સંબંધિત આરટીઓ દ્વારા વિદેશમાં રહેતા નાગરિકને મોકલવામાં આવશે.

પરમિટ રિન્યૂ કરવા પર મેડિકલ સર્ટિફિકેટ આપવાની શર્તો હટાવવામાં આવી

આ સમગ્ર બાબતે મંત્રાલયે કહ્યું હતું કે ભારતમાં આઈડીપીની વિનંતી કરતી વખતે તેઓએ મેડ્કલ સર્ટિફિકેટ અને માન્ય વિઝા શરતોને પણહટાવી દીધી દીધી છે.તેમણે આ નવી સિસ્ટમ શરૂ કરવા બાબતે જણાવ્યું કે તેનો હેતુ માત્ર જે નાગરિક પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ છે, તેને બીજી વખત તબીબી પ્રમાણપત્રની જરૂર હોવી જોઈએ નહીં.

સાહિન-