Site icon Revoi.in

ભારતીય રેસલર ધ ગ્રેટ ખલીનો રાજકારણની રિંગમાં પ્રવેશ, ભાજપામાં જોડાયાં

Social Share

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીઓ વચ્ચે WWEમાં ભારતનું ગૌરવ વધારનાર રેસલર ધ ગ્રેટ ખલી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો. દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહની હાજરીમાં તેમણે ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો.

મૂળ હિમાચલ પ્રદેશના ખલી ગયા વર્ષે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને મળ્યાં હતા. ખલીના રાજકારણમાં આવવાની શક્યતા છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહી હતી. જોકે, પાર્ટીને લઈને સ્થિતિ સ્પષ્ટ ન નથી. તેઓ ગઈકાલે કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરીને મળ્યા હતા. આ પછી ખલી ભાજપમાં જોડાય તેવી શક્યતા વધી ગઈ હતી. આજે તેઓ ઔપચારિક રીતે ભાજપમાં જોડાયા હતા.

હાલ ઉત્તરપ્રદેશ, ગોવા, ઉત્તરાખંડ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપ, કોંગ્રેસ, સપા અને બસપા સહિતના રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેમજ એકબીજા ઉપર આક્ષેપ-પ્રતિ આક્ષેપ કરવામાં આવતી રાજકીય માહોલ ગરમાયો છે.