Site icon Revoi.in

ભારતીયો સાવધાનઃ એચવન-બી/એચ-4 વિઝા માટે અરજી કરવી હશે તો આ કામ ફરજિયાત કરવું પડશે

change in norms
Social Share

વૉશિંગ્ટન ડીસી, 5 ડિસેમ્બર, 2025: New norm for H1-B/H-4 visa applicants અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની નીતિઓ ઉપર હજુ પણ આક્રમક છે. ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને હાંકી કાઢવાનાં પગલાં અને દુનિયાના દેશો ઉપર ટેરિફ લાદવા જેવા આક્રમક વલણ બાદ પ્રમુખ ટ્રમ્પે હવે નવું ગતકડું કાઢ્યું છે.

ટ્રમ્પની સરકારે હવે H-1B વિઝા અરજદારો અને તેમના H-4 આશ્રિતો માટે ચકાસણી પ્રક્રિયા કડક બનાવી છે, જેને પગલે આ મહિનાથી જ અર્થાત 15 ડિસેમ્બરથી તમામ અરજદારોના સોશિયલ મીડિયા એકાઉન્ટનું ફરજિયાત સ્ક્રીનિંગ – ચકાસણી કરવામાં આવશે.

ટ્રમ્પના આ નવા આદેશ અનુસાર H-1B તેમજ H-4 વિઝા માટેના અરજદારોએ તેમના સોશિયલ મીડિયા સેટિંગ જો ખાનગી કે લૉક હશે તો તે જાહેર (પબ્લિક) કરવા પડશે જેથી વિઝા અધિકારીઓ તેની ચકાસણી કરી શકે.

આ અંગેના અમેરિકી વિદેશ વિભાગના એક આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, “આ ચકાસણીને સરળ બનાવવા માટે H-1B વિઝાના બધા અરજદારો અને તેમના આશ્રિતો (H-4), F, M, અને J નોન-ઇમિગ્રન્ટ વિઝા માટે તેમના તમામ સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ પર પ્રાઈવસી સેટિંગ્સને ‘પબ્લિક’ પર ગોઠવવા સૂચના આપવામાં આવે છે.”

અમેરિકાના વિઝા એ અધિકાર નહીં પરંતુ વિશેષ સુવિધાનો ભાગ છે એ બાબત ઉપર ભાર મૂકીને વિદેશ વિભાગે જણાવ્યું છે કે, પ્રત્યેક વિઝા અરજીનો નિર્ણય રાષ્ટ્રીય સલામતીને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે. આ સંદર્ભમાં અધિકારીઓ અરજદાર અંગે નિર્ણય લેવા તથા સંભવિત જોખમોની ચકાસણી કરવા માટે તમામ માહિતી ઉપલબ્ધ હોવી જોઈએ.

વિદેશ વિભાગે પુનરોચ્ચાર કર્યો કે, અરજદારો અમેરિકા માટે નુકસાનકારક નથી તેની ખાતરી કરવા અમેરિકાએ સતર્ક રહેવું જરૂરી છે.

જોકે, અમેરિકી સરકારના આ નિર્ણયથી એચવન-બી વિઝા મેળવવા માગતા ભારતીય પ્રોફેશનલ્સ માટે ચિંતાનો વિષય બની શકે છે.

કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પોતે બુટલેગર સાથે સંબંધ ધરાવતા હોવાનો ભાજપનો આક્ષેપ

Exit mobile version