Site icon Revoi.in

અમેરિકામાં ચૂંટાયેલા હોદ્દાઓ પર ભારતીયોને વધુ પ્રતિનિધિત્વ મળવું જોઈએઃ કમલા હેરિસ

Social Share

વોશિંગ્ટનઃ “અમેરિકામાં ચૂંટાયેલા હોદ્દાઓ પર ભારતીયોને વધુ પ્રતિનિધિત્વ મળવું જોઈએ.” આ માગણી કરતાં અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસે કહ્યું હતું કે, રાજકારણમાં ભારતીય મૂળના અમેરિકનોની સંખ્યા તેમની વધતી જતી વસ્તીને દર્શાવતી નથી. તેમણે કહ્યું કે વધુને વધુ ભારતીયોએ રાજકારણમાં સક્રિય થવું જોઈએ. કમલા હેરિસે આ વાત ડેમોક્રેટિક પાર્ટીની થિંક ટેન્ક ઈન્ડિયન અમેરિકન ઈમ્પેક્ટની વાર્ષિક કોન્ફરન્સમાં કહી હતી. આ સંસ્થા સમગ્ર દેશમાં ચૂંટાયેલા કાર્યાલય માટે ચાલી રહેલા ભારતીય અમેરિકનોને સમર્થન અને ભંડોળ પૂરું પાડે છે.

ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસે અમેરિકામાં વસતા ભારતીયોને સંબોધતાં જણાવ્યું હતું કે, “છેલ્લા કેટલાક વર્ષોમાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના અમેરિકન નાગરિકોએ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધો છે. પરંતુ હજુ પણ આ સંખ્યા તેમની વધતી જતી વસ્તીના સાચા પ્રમાણને દર્શાવતી નથી.”

અમેરિકન ઈમ્પેક્ટનું માનવું હતું કે, 2024માં યુએસ સંસદમાં ભારતીય મૂળના અમેરિકનોની સંખ્યા વધીને 10 થઈ જશે. પ્રેસિડેન્ટ પદ માટે આકરી હરીફાઈ અંગે ઈન્ડિયન અમેરિકન ઈમ્પેક્ટ કહે છે કે, અમેરિકન મૂળના ભારતીયો પણ અમેરિકામાં ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરી શકે છે. આ બીજા નંબરનો સૌથી મોટો ઇમિગ્રન્ટ સમુદાય છે અને દેશના ઘણા રાજ્યોમાં તેમની વસ્તી સતત વધી રહી છે.

Exit mobile version