Site icon Revoi.in

ભારતની ‘બાયો-ઇકોનોમી’ આઠ વર્ષમાં આઠ ગણી વધીને 80 અબજ ડોલર થઈ: ડો.માંડવિયા

Social Share

“ભારતની ‘બાયો ઇકોનોમી’ છેલ્લાં આઠ વર્ષમાં આઠ ગણી વધીને 10 અબજ ડોલરથી વધીને 80 અબજ ડોલર થઈ છે. આગામી સમયમાં બાયોટેકનોલોજી આરોગ્યલક્ષી સારવારનો સૌથી મોટો પાયો બની રહેશે.” કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો.મનસુખ માંડવિયાએ આજે વિજ્ઞાન ભવન, સાયન્સ સિટી, અમદાવાદ, ગુજરાત ખાતે “બાયોટેક્નોલોજીઃ ધ પાથ ઓફ ઇનોવેશન એન્ડ વેલનેસ ફોર વિકિસિત ભારત” પ્રી-ઇવેન્ટ સમિટ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પોતાના વર્ચ્યુઅલ સંબોધનમાં આ વાત કરી હતી. આ સમિટ એ 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ તરફ દોરી જતી એક પ્રારંભિક ઇવેન્ટ છે જે જાન્યુઆરી 2024ના રોજ મહાત્મા ગાંધી મંદિર, ગાંધીનગર ખાતે ‘ગેટવે ટુ ધ ફ્યુચર’ થીમ હેઠળ યોજાશે.

ડૉ. માંડવિયાએ નોંધ્યું હતું કે, ભારતીય બાયોટેક ઉદ્યોગ વર્ષ 2025 સુધીમાં વધીને 150 અબજ ડોલર અને વર્ષ 2030 સુધીમાં 300 અબજ ડોલર સુધી પહોંચવાનું લક્ષ્યાંક ધરાવે છે અને અત્યારે ભારત વૈશ્વિક બાયોટેકનોલોજી ઉદ્યોગમાં આશરે 3 ટકા હિસ્સા સાથે બાયોટેકનોલોજી માટે દુનિયામાં ટોચનાં 12 સ્થળોમાં સ્થાન ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે “આ ઉદ્યોગ કૃષિ, પર્યાવરણ, ઔદ્યોગિક ઉત્પાદન અને અન્ય ઘણા બધા ક્ષેત્રોની જટિલ સમસ્યાઓના સમાધાન શોધવાનું એક માધ્યમ બનશે. આને ધ્યાનમાં રાખીને, ભવિષ્યમાં, અર્થતંત્ર બાયોટેકનોલોજી આધારિત બનશે.” પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અવતરણને ટાંકતા ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે, “વૈશ્વિક જૈવ પ્રૌદ્યોગિકી ઇકોસિસ્ટમમાં ભારત ટૂંક સમયમાં ટોચના દસ દેશોમાં સ્થાન મેળવશે.” વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્રનો દરજ્જો હાંસલ કરવા માટે ભારતનાં પ્રધાનમંત્રીનાં વિઝનનો પુનરોચ્ચાર કરતાં ડૉ. માંડવિયાએ ટાંક્યું હતું કે, “આ ક્ષેત્રનું પ્રદાન ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.”

ઉદ્યોગની વૃદ્ધિ અને પરાક્રમ પર પ્રકાશ પાડતા ડો.માંડવિયાએ જણાવ્યું હતું કે, રોગચાળા દરમિયાન ભારત દ્વારા ઉત્પાદિત રસીકરણે વિશ્વ સમક્ષ બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતની શક્તિનું પ્રદર્શન કર્યું હતું. આ ક્ષેત્રનાં મહત્ત્વ પર ભાર મૂકીને કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, “નેશનલ બાયોટેકનોલોજી ડેવલપમેન્ટ સ્ટ્રેટેજી 2020-25 સરકારને કૌશલ્ય વિકાસ, સંસાધન અને નવીનતાને મજબૂત કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડે છે, જે જ્ઞાનની વહેંચણી માટે એક મજબૂત ઇકોસિસ્ટમમાં રૂપાંતરિત થાય છે.” તેમણે જણાવ્યું હતું કે, તે આ ક્ષેત્રોમાં ખાનગી-જાહેર ભાગીદારીનાં મોડલને પ્રોત્સાહન આપીને વેપારીકરણ અને બજારનાં જોડાણને વધારે સરળ બનાવે છે.

આ ક્ષેત્રમાં રાષ્ટ્ર અને ઉદ્યોગની પ્રગતિની પ્રશંસા કરીએ છીએ, ડૉ. માંડવિયાએ આ ક્ષેત્રના વિકાસમાં યોગદાન આપવા બદલ સમગ્ર દેશમાં સ્ટાર્ટ અપ, ઉદ્યોગો અને ઔદ્યોગિક સંગઠનો, સંશોધકો અને શિક્ષણવિદોની ભાગીદારીની પ્રશંસા કરી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ બે દાયકામાં બાયોટેકનોલોજી પર સમર્પિત ધ્યાન કેન્દ્રિત કરવામાં ગુજરાતના પ્રયાસો અને યોગદાનની પ્રશંસા કરી હતી તથા ભારતને હેલ્થકેર અને ઇનોવેશન માટે તૈયાર દેશ બનાવવામાં તેના મજબૂત યોગદાનની પ્રશંસા કરી હતી. કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, 15-20 વર્ષ પહેલા બાયોટેક મિશનની સ્થાપના કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય હતું. ડો.માંડવિયાએ યાદ અપાવ્યું હતું કે, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાજ્યમાં બાયોટેક મિશન અને બાયોટેક પાર્કની સ્થાપના કરી હતી.

બાયોટેકનોલોજી ક્ષેત્રના નિર્ણાયક યોગદાનને સ્વીકારવાથી રાષ્ટ્ર અને અર્થતંત્રને પ્રદાન થશે. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું “‘ગેટવે ટુ ધ ફ્યુચર’ની થીમ સાથે સુસંગત રહીને અમે ભવિષ્યલક્ષી ક્ષેત્રો પર વધારાનું ધ્યાન કેન્દ્રિત કરીશું, જેમાં બાયોટેકનોલોજી સૌથી મહત્વપૂર્ણ છે.” તેમણે વધુમાં ટાંક્યું કે “બાયોટેકનોલોજી ક્ષેત્ર આશાના ક્ષેત્ર તરીકે ઓળખાય છે. તેની ઝડપી વૃદ્ધિ સાથે, તે વિશ્વને નોંધપાત્ર યોગદાન પ્રદાન કરશે.” ગુજરાતના મુખ્યમંત્રીએ ‘સ્ટાર્ટ અપ પ્રોડક્ટ લોન્ચ’નું પણ ઉદ્ઘાટન કર્યું હતું.