Site icon Revoi.in

ભારતના વિકાસની ચર્ચા આજે સમગ્ર દુનિયામાં થઈ રહી છેઃ પીએમ મોદી

Social Share

અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે અંબાજીમાં માતાજીના દર્શન કર્યા બાદ ખેરાલુ ગયા હતા. જ્યાં તેમણે કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમૂર્હત કર્યું હતું. આ પ્રસંગ્રે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, અહીં આવતા પહેલા મા અંબાના ચરણોમાં આર્શિવાદ લેવાનો મોકો મોળ્યો. અંબાના આર્શિવાદ હંમેશા આપણી ઉપર મળી રહે, ગબ્બર પર્વત ઉપર જે રીતે વિકાસ થઈ રહ્યો છે અને તેની ભવ્યતા જોવાઈ મળી રહી છે. અંબા માતાજીના આર્શિવાદ અને લગભગ 6 હજાર કરોડના વિકાસના કામોના શિલાન્યાસનો મોકો મળ્યો છે. સમગ્ર ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિકાસ માટે આ કામો મહત્વના છે. મહેસાણાની આસપાસ જેટલા પણ જિલ્લા છે, તેનો પણ સમાવેશ કરાયો છે. વિકાસના કાર્યો માટે હું ગુજરાતની જનતાને અભિનંદન આપું છું. મારા વ્હાલા પરિવારજનો ભારતના વિકાસની ચર્ચા આજે સમગ્ર દુનિયામાં થઈ રહી છે. આપણું ભારત ચંદ્ર ઉપર પહોંચ્યો છે. દુનિયાના દેશો જ્યાં પહોંચ્યુ નથી ત્યાં આપણુ ભારત પહોંચ્યું છે. જી-20ની ચર્ચા સમગ્ર દુનિયામાં ચર્ચા થઈ છે.

ભારતમાં હાલ આધુનિક ઈન્ફ્રાસ્ટચરનું નિર્માણ થઈ રહ્યું છે. આજથી વર્ષો પહેલા આનુ નામો નિશાન ન હતું. આજે જે વિકાસ થઈ શક્યો છે તેની પાછળ પૂર્ણ બહુમતવાળી સરકાર છે. એક સમય હતો, આપણી પાસે ડેરી જ હતી. આજે આપણી પાસે ચારેય તરફ વિકાસના કામો છે. વર્ષો પહેલા ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા હતી. આજે અહીં પાણી છે અને આપણે તમામ સમસ્યાઓમાંથી બહાર આવ્યા છીએ. અમે સંકલ્પ લીધો કે, ઉત્તર ગુજરાત, આદિવાસી અને દરિયાકાંઠાનો કાયાકલ્પ કરીશું. અમે ખેતી માટે પુરો માર્ગ આપ્યો. વિવિધ કાર્યોને પગલે ગુજરાત ઔદ્યોગિક વિકાસ તરફ આગળ વધ્યું છે. નર્મદા અને મહીનું પાણી દરિયામાં જતુ હતું કે, આજે ખેતરોમાં પહોંચ્યું છે. નર્મદાનું પાણી ઘરે-ઘરે પહોંચ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતના ખેડૂતોએ ખેતી માટે નવી-નવી ટેકનોલોજી અપનાવી છે, જેથી ખેતીના પાકમાં વધારો થયો છે. ખેડૂતો પહેલા મુશ્કેલીમાં હતો આજે તેમાંથી બહાર આવીને અનેક નવા પાક તરફ વળ્યો છે. ઉત્તર ગુજરાતની વરિયાળી, ઈસબગુલનો આજે દુનિયામાં પ્રખ્યાત છે. 90 ટકા ઈસબગુલનું પ્રોસેસિંગ માત્ર ઉત્તર ગુજરાતમાં જ થાય છે. ઈસબગુલની ભારત સહિત સમગ્ર દુનિયામાં માગ વધી છે. રાજ્યની ભાજપા સરકારે પાયાના કામો કર્યાં છે. ઉત્તર ગુજરાતના બટાકા પણ સમગ્ર દુનિયામાં જાણીતા છે. ઉત્તર ગુજરાતના બટાકા એક્સપોર્ટ ક્લોવીટીના બટાકાનું ઉત્પાદન થાય છે.

તેમણે વધુમાં કહ્યું કે, મને ગુજરાત જ નહીં સમગ્ર દેશમાંથી માતા-બહેનોના આર્શિવાદ મળ્યાં છે. જળ અને ઘર-ઘર સુધી ટોયલેટ જેવી સુવિધા પુરી પાડવાથી બહેનોના આર્શિવાદ મળ્યાં છે. બહેનોની ભાગીદારી રાજ્યમાં ડેરી સંચાલનમાં છે. ડેરી સેક્ટરમાં વિકાસના કારણે ઘરની આવકમાં વધારો થયો છે. જેમાં માતા-બહેનોની મોટી ભૂમિકા છે. ગયા વર્ષે ઉત્તર ગુજરાતમાં મોટી સંખ્યામાં પશુ દવાખાના બનાવાયા છે. બે દાયકામાં 800થી વધારે ગ્રામ ડેરીઓની સહકારી સમિતિઓ બનાવી છે. વિવિધ ડેરીઓનો વિકાસ થયો છે. અહીંની ડેરીઓનું મોડલ વિવિધ દેશોમાંથી લોકો જોવા આવે છે. પશુઓની રક્ષા માટે પશુઓની રસીકરણ કરી રહ્યાં છે. પશુઓના દૂધના વેચાણની સાથે ગોબરમાંથી આવક થાય છે. આ માટે પણ સરકાર વિવિધ યોજનાઓ ઉપર આગળ વધી રહી છે. ગોબરમાંથી વીજળી કેવી રીતે બને તે દિશામાં આપણે કામ કરી રહ્યાં છે. થોડા દાયકા પહેલા એવુ લાગતુ હતી કે ઉત્તર ગુજરાતમાં કોઈ ઉદ્યોગના આવી શકે, જો મોટી સંખ્યામાં ઉદ્યોગો આવી રહ્યાં છે. ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીઝ અહીં નિર્માણ પામી રહી છે.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, આવનારા સમયમાં ગ્રીન હાઈડ્રોજન મામલે દેશ આગળ વધશે. જેમાં ઉત્તર ગુજરાતની મહત્વની ભૂમિકા રહેશે. ઉત્તર ગુજરાતમાં સોલર શક્તિ કાર્યરત થશે. ઉત્તર ગુજરાતમાં લોજેસ્ટીક અને સ્ટોરેજ માટે કામ કરવામાં આવશે. કાશી બાદ વડનગર છે જેનો ક્યારેય વિનાશ નથી થયો, વડનગરમાં આગામી દિવસોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવવાના છે એટલે પ્રવાસન ક્ષેત્રમાં વિકાસ થશે. કચ્છના ધોરડોની જેમ આપણા નડાબેડનો પણ સમગ્ર દુનિયામાં જય જયકાર થવાનો છે. પહેલા જેટલી મહેનત કરતો હતો તેનાથી વધારે મહેનત કરીને 2047 સુધીમાં દેશ વિકસિત દેશ બનશે. તેના માટે કામ ઉપાડ્યું છે.