Site icon Revoi.in

ભારતની અર્થવ્યવસ્થા 7.5 ટકાના દરે વૃદ્ધિ પામશે, વિશ્વ બેંકનું અનુમાન

Social Share

મુંબઈઃ વિશ્વ બેંકે જણાવ્યું છે કે, ભારતીય અર્થતંત્ર 2024માં 7.5 ટકાના દરે વૃદ્ધિ પામશે તેવું અનુમાન છે આ જ સમયગાળા માટે તેના અગાઉના અંદાજમાં 1.2 ટકાનો સુધારો કર્યો છે. વિશ્વ બેંકના સૌથી તાજેતરના સાઉથ એશિયા ડેવલપમેન્ટ અપડેટ અનુસાર, 2024માં દક્ષિણ એશિયામાં એકંદરે 6 ટકાની મજબૂત વૃદ્ધિ રહેવાની શક્યતા છે, જે મોટાભાગે પાકિસ્તાન અને શ્રીલંકામાં રિકવરી દ્વારા સંચાલિત ભારતનો મજબૂત વિકાસ દર્શાવે છે. અહેવાલ મુજબ, દક્ષિણ એશિયા આગામી બે વર્ષ સુધી વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતો પ્રદેશ રહેવાની ધારણા છે, જે મુજબ 2025માં વૃદ્ધિ 6.1 ટકા રહેવાનો અંદાજ છે.

વિશ્વ બેંકે નાણાંકીય વર્ષ 2025 માટે ભારતીય અર્થવ્યવસ્થાને લઈ 6.6 ટકાના દરે વૃદ્ધિનું અનુમાન વ્યક્ત કર્યુ છે. સામાન્ય રીતે રોકાણમાં વૃદ્ધિને જોતા આમ કરવામાં આવ્યુ હતુ. છેલ્લા 6 માસના દક્ષિણ એશિયા વિકાસ અનુમાનમાં બહુપક્ષીય કરદાતાઓએ નાણાકીય વર્ષ 2024 માટે ભારતના વૃદ્ધિ દરનું અનુમાન 7.5 ટકા કર્યુ હતુ. જે NSO દ્વારા લગાવાયેલ 7.6 ટકા વૃદ્ધિના અનુમાનથી ઓછુ છે. ભારતમાં સેવા અને ઉદ્યોગમાં વૃદ્ધિ ઝડપથી થવાની આશા છે. તેના કારણે માળખાકીય સવલતો અને રિયલ એસ્ટેટ ગતિવિધિઓને પ્રોત્સાહન મળશે. તો સૌથી મહત્વનું પાસુ એ છે કે મોંઘવારીમાં પણ ઘટાડો જોવા મળશે. જેનાથી નાણાંકીય સ્થિતિ વધુ સારી કરવા માટે નિતિગત નિર્ણયો લેવાનું સરળ બનશે. મોર્ગન સ્ટેનલીએ નાણાકીય વર્ષ 2025 માટે તેની વૃદ્ધિની આગાહીમાં 30 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. તેના અનુમાન મુજબ આગામી નાણાકીય વર્ષમાં દરેક ક્ષેત્રમાં વૃદ્ધિની અપેક્ષા છે અને શહેરી અને ગ્રામીણ બજારોમાં વપરાશ અને ખાનગી-જાહેર મૂડી રોકાણમાંનો તફાવત ઘટી શકે છે.

Exit mobile version