Site icon Revoi.in

ભારતનો ડ્રેગનને આકરો જવાબ – ચીની નાગરીકોની યાત્રા પર પ્રતિબંધ માટે એરલાઈન્સને આપ્યા નિર્દેશ

Social Share

ભારતે તેની તમામ એરલાઇન્સને ચીની નાગરિકોની ભારતની યાત્રા પર પ્રતિબંધ મુકવા કહ્યું છે અને ચીનને આકરો જવાબ આપ્યો છે. સરકારે આ સૂચનાઓ અનૌપચારિક આપી છે.આ પગલુ એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે  નવેમ્બરથી જ ડ્રેગને ભારતીયો પર આજ રીતે નિયંત્રણો લાદ્યા.ત્યારે હવે  ચીનને આકરો જવાબ માનવામાં આવી રહ્યો .

હાલમાં ભારત અને ચીન વચ્ચે ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી છે. વિદેશીઓ માટે વર્તમાન ધારાધોરણ મુજબ મુસાફરી કરવા લાયક ચીની નાગરિકો પ્રથમ એવા ત્રીજા દેશની મુસાફરી કરી રહ્યા છે કે જેની સાથે ભારતે એર બબલ કરાર કર્યો છે. અહીંથી તેઓ ભારતની યાત્રા કરી રહ્યા છે. આવા દેશોમાં વસતા ચીની નાગરિકો ત્યાંથી કામ અને ધંધા માટે ભારત આવી રહ્યા છે.

એક રિપોર્ટ મુજબ, ગયા અઠવાડિયાના અંતમાં, ભારતીય અને વિદેશી બંને એરલાઇન્સને ખાસ કરીને ચીની નાગરિકોને ભારત ન મોકલવા કહેવામાં આવ્યું છે. હાલમાં ભારતમાં ટૂરિસ્ટ વિઝા સસ્પેન્ડ કરાયા છે. જો કે વિદેશીઓને કામ પર અને બિન-પર્યટક વિઝાની કેટલીક અન્ય કેટેગરીમાં મુસાફરી કરવાની છૂટ છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે,  ભારતમાં આવતા મોટાભાગના ચીની નાગરિકો અહીં યુરોપિયન દેશોથી એર બબલ કરાર પર આવી રહ્યા છે.

કેટલીક એરલાઇન્સએ અધિકારીઓને લેખિતમાં આપવા જણાવ્યું છે જેથી તેઓ ચાઇનીઝ નાગરિકોને હાલના ધારાધોરણ મુજબ ભારતમાં આવવાનું બુકિંગ કરવાની ના પાડવા માટેનું કારણ આપી શકે. ભારતે આ પગલું એવા સમયે લીધું છે જ્યારે ભારતીય દરિયાઇ મુસાફરો ચીનના વિવિધ બંદરોમાં ફસાયેલા છે.

સાહિન-