Site icon Revoi.in

ભારતના ચાર જ્યોતિર્લિંગની હવે માત્ર આટલા રૂપિયામાં,વાંચો કેટલી છે IRCTCની ટિકિટની કિંમત

Social Share

જે લોકોને લાંબા સમયથી ફરવાનું મન થયું છે અને ફરવા મળ્યું નથી, તેવા લોકો માટે આ સોનેરી તક છે. ભારતીય રેલવે દ્વારા એટલે કે IRCTC દ્વારા તમે ભારતના 4 જ્યોતિર્લિંગ ફરી શકશો. અને તે પણ નાની એવી રકમના ખર્ચે.

IRCTCની ચાર જ્યોતિલિંગના દર્શન કરાવનારી આ ટ્રેન 21 થી 31 ઓકટોબર સુધી ચાલશે. આ ટુરમાં પ્રતિ વ્યક્તિ 10,395 રૂપિયા ભાડુ નક્કી કરવામાં આવ્યું છે. IRCTC  પ્રયાગરાજથી 4 જ્યોતિલિંગ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે સ્પેશિયલ ટ્રેન ચલાવશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સાથે ઉદયપુરની યાત્રા પણ સામેલ છે.

આ 11 દિવસનું પેકેજ વૃદ્ધો અને પરિવાર સાથે ફરવાનું પ્લાન બનાવનાર લોકો માટે શ્રેષ્ઠ ઓફર છે. પ્રવાસીઓની આવક કરવાની મર્યાદાને ધ્યાનમાં રાખીને IRCTCએ ખાસ ટૂર પેકેજ તૈયાર કરવામાં આવ્યું છે. આ ટૂર પેકેજની કિંમત ઘણી ઓછી રખાઈ છે4 જ્યોતિલિંગોના દર્શન કરાવતી આ ટ્રેન જુદા જુદા રાજ્યોમાંથી નીકળશે. આ ટ્રેન ભારત  દર્શનનો લ્હાવો પ્રવાસીઓને આપશે.

‘ભારત દર્શન’ કરવા ઈચ્છતા પ્રવાસીઓ IRCTCની વેબસાઈટ  www.irctctourism.com થી ઓનલાઈન બુકિંગ કરાવી શકશે. યાત્રિકોની સુવિધા માટે મોબાઈલ નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. કોઈ પણ યાત્રિક 8287930934 પર ફોન કરીને જાણકારી મેળવી શકશે.