Site icon Revoi.in

ભારતની સુરક્ષા વધશે: રશિયાએ S-350 વિટ્યાઝ એર ડિફેન્સ સિસ્ટમ ઓફર કરી

Social Share

નવી દિલ્હી, 31 ડિસેમ્બર 2025: ભારતની સૈન્ય શક્તિમાં ધરખમ વધારો કરવા અને સરહદોને દુશ્મન માટે ‘નો એન્ટ્રી ઝોન’ બનાવવા માટે રશિયાએ વધુ એક મોટું પગલું ભર્યું છે. વિશ્વવિખ્યાત S-400 બાદ હવે રશિયાએ ભારતને પોતાની અત્યંત ઘાતક અને સચોટ મધ્યમ અંતરની એર ડિફેન્સ સિસ્ટમ S-350 Vityaz ઓફર કરી છે. સૌથી મહત્વની વાત એ છે કે, રશિયા આ ટેકનોલોજી ભારતને આપવા તૈયાર છે, જેથી ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ તેનું ઉત્પાદન ભારતમાં જ થઈ શકશે.

સંરક્ષણ નિષ્ણાતોના મતે, S-400 લાંબા અંતરના જોખમોને ખાળે છે, જ્યારે S-350 મધ્યમ અને ટૂંકા અંતરના હુમલાઓને નેસ્તનાબૂદ કરવામાં માહેર છે. આ સિસ્ટમ કાર્યરત થવાથી ભારતની ‘મલ્ટી-લેયર્ડ એર ડિફેન્સ’ વ્યૂહરચના પૂર્ણ થશે.

રેન્જ: 120 કિમી દૂરથી ફાઈટર જેટ્સ અને 30 કિમી દૂરથી બેલેસ્ટિક મિસાઈલોને તોડી પાડવાની ક્ષમતા.

પ્રહાર ક્ષમતા: એક લોન્ચર 12 મિસાઈલ લઈ જઈ શકે છે અને એકસાથે 16 ટાર્ગેટ પર સચોટ નિશાન સાધવા સક્ષમ છે.

સ્ટીલ્થ કિલર: ચીનના J-20 જેવા સ્ટીલ્થ જેટ્સ અને ડ્રોનને પકડવા માટે આ સિસ્ટમ અત્યાધુનિક AESA રડારથી સજ્જ છે.

પાકિસ્તાનની ‘બાબર’ જેવી લો-અલ્ટીટ્યુડ ક્રૂઝ મિસાઈલો હોય કે ચીનનો આધુનિક ડ્રોન કાફલો, S-350 ભારતની સરહદોને અભેદ્ય કિલ્લામાં ફેરવી દેશે. ખાસ કરીને લદ્દાખ અને અરુણાચલ પ્રદેશ જેવા પહાડી વિસ્તારોમાં, જ્યાં દુશ્મન ઊંચાઈનો લાભ લેવા માંગે છે, ત્યાં આ સિસ્ટમનો ‘ક્વિક રિએક્શન ટાઈમ’ ભારતીય સેના માટે વરદાન સાબિત થશે.

જો ભારત રશિયાની આ ઓફર સ્વીકારે છે, તો ટેકનોલોજી ટ્રાન્સફરને કારણે ભારતીય એન્જિનિયરો આ અત્યાધુનિક સિસ્ટમનું નિર્માણ સ્વદેશી ધરતી પર કરી શકશે. ભારત પાસે પહેલેથી જ આકાશ અને બરાક-8 જેવી સિસ્ટમ છે, પરંતુ S-350ના ઉમેરાથી ભારતીય વાયુસીમામાં દુશ્મનનું કોઈ પણ પક્ષી પણ પર મારી શકશે નહીં.

આ પણ વાંચોઃ કેન્દ્ર સરકારનું વર્ષ 2026નું કેલેન્ડર લોન્ચ: દરેક મહિને અલગ થીમ

Exit mobile version