નવી દિલ્હીઃ ભારતની અંતરિક્ષ અર્થવ્યવસ્થા 2040 સુધીમાં 100 અબજ ડોલર સુધી પહોંચવાની ક્ષમતા છે. હાલમાં દેશની અંતરિક્ષ અર્થવ્યવસ્થા લગભગ 8 અબજ ડોલરની છે. અંતરિક્ષ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે નવી દિલ્હીમાં એક ખાનગી સમાચાર ચેનલ સાથેની મુલાકાતમાં આ માહિતી આપી હતી કે ભારતની અંતરિક્ષ અર્થવ્યવસ્થા 2040 સુધીમાં 100 અબજ ડોલર સુધી પહોંચી શકે તેમ છે. હાલમાં દેશની અંતરિક્ષ અર્થવ્યવસ્થા લગભગ 8 અબજ ડોલરની છે.
ડૉ.સિંહે કહ્યું કે ઈસરોએ 380 થી વધુ વિદેશી ઉપગ્રહો લોન્ચ કર્યા છે અને 25 કરોડ યુરોથી વધુની કમાણી કરી છે. તેમણે કહ્યું કે અમેરિકન ઉપગ્રહોના પ્રક્ષેપણથી 17 કરોડ ડોલરથી વધુની કમાણી થઈ છે. ડૉ. સિંહે કહ્યું કે ગગનયાનની પ્રથમ ટેસ્ટ ફ્લાઈટ આ વર્ષે ઓક્ટોબરના પહેલા કે બીજા સપ્તાહમાં થશે. આ પહેલા શનિવારે સૂર્ય માટેના પ્રથમ મિશન આદિત્ય એલ-1નું પ્રક્ષેપણ કરાશે.
ઈસરોના મિશન મૂન હેઠળ ચંદ્રયાન-3એ તાજેતરમાં જ ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર ઉતરાયણ કર્યું હતું. રશિયા, અમેરિકા અને ચીન બાદ ચંદ્ર ઉપર પહોંચનાર ભારત ચોથો દેશ બન્યો છે. જ્યારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર પહોંચનાર પ્રદેશ દેશ બન્યો છે. ભારતની આ સિદ્ધિની અમેરિકા સહિતના દેશોની પ્રસંશા કરી છે. હવે ભારત સૂર્યને લઈને અભ્યાસ કરશે. 2 સપ્ટેમ્બરના રોજ આદિત્ય એલ-1 લોન્ચ કરવામાં આવશે. આદિત્ય એલ-1 લોન્ચિંગ દેશની જનતા નિહાળી શકે તે માટે ઈસરો દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.