Site icon Revoi.in

ભારતમાં વસતી ઘટાડાના સંકેત, પ્રજનન દરમાં જોવા મળ્યો ઘટાડો

Social Share

દેશની વસતીમાં ઘટાડાના સંકેત જોવા મળી રહ્યાં છે કેમ કે કુલ પ્રજનન દરમાં જોવા મળી રહ્યો છે. હવે મહિલાઓ બે સંતાનો જ ઈચ્છે છે. જેનો ખુલાસો નેશનલ ફેમિલિ હેલ્થ સર્વેના ડેટા 2019-21માં થયો છે. પ્રજનન દર એટલે કે એક પેઢી બીજી પેઢીને રિપ્લેસ કરે છે. સર્વે અનુસાર રિપ્લેસમેન્ટ દર 2.1 છે. સર્વે અનુસાર બિહારમાં 3, ઉત્તરપ્રદેશમાં 2.4, ઝારખંડમાં 2.3 જેટલો છે. વર્ષ 2005-06માં કુલ પ્રજનન દર 2.7 હતો. જો કે, 2015-16માં ઘટીને 2.2 થયો હતો. દેશમાં વધારે વસતી ધરાવતા ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મદ્યપ્રદેશ અને બિહારમાં ટીએફારમાં ઘટાડો જોવા મળ્યો છે. જેના પરિણામે કુલ પ્રજનન દરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

કેન્દ્રીય આરોગ્ય વિભાગે એનએફએસએસના આંકડા જાહેર કર્યાં છે. જે અનુસાર પ્રજનન દરમાં ઘટાડો થયો છે. આ ઘટાડાની અસર જોવા મળશે કે નહીં તે આગામી વસતી ગણતરીમાં જાણી શકાશે. NFHSના પાંચમાં રાઉન્ડના સર્વેમાં 2010થી 2014 દરમિયાન પુરુષોની જીવન પ્રત્યાશા 66.4 વર્ષ છે. જ્યારે મહિલાઓ પુરુષ કરતા લાંબુ આયુષ્ય ધરાવે છે. મહિલાઓનું આયુષ્ય 69.6 વર્ષ છે. આ સર્વેમાં વધુ એક મહત્વની વાત સામે આવી છે. પ્રજનન દર અથવા એક મહિલાના બાળકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.

સર્વે અનુસાર એક મહિલા હવે માત્ર બે બાળકો જ ઈચ્છે છે. જે આંતરરાષ્ટ્રીય સ્તરના માનકોથી પણ ઓછા છે. માનવામાં આવી રહ્યું છે કે, ભારતમાં વસતીના મામલામાં પીક ઉપર પહોંચ્યું છે. જો કે, આ અંગેની પુષ્ટી વસતી ગણતરી બાદ જ થશે. NFHSના સર્વે તે તબક્કામાં એટલે કે 2019 અને 2021માં કરવામાં આવ્યાં હતા. દેશમાં લગભગ 707 જિલ્લાઓના 6.50 લાખ ઘરોમાં સર્વે કરવામાં આવ્યો હતો. બીજા તબક્કામાં અરૂમાચલ પ્રદેશ, ચંદીગઢ, છત્તીસગઢ, હરિયાણા, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, દિલ્હી, ઓડિસા, પોડિંચેરી, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં કરવામાં આવ્યો હતો.