Site icon Revoi.in

વર્ષ 2023 મા જ શરુ થશે સ્વદેશી 5G-4G ટેક્નોલોજી – 2024થી સમગ્ર વિશ્વને દુનિયાભરને કરાશે ઓફર

Social Share

દિલ્હીઃ-  દેશભરમાં 4જી અને 5જી ટેકનોલોજીની આતપરતાથછી રાહ જોવાઈ રહી છે આ સ્વદેશી ટેકનોલોજી વિકસતાની સાથે જ ભારત ટેકનિકલ બાબતમાં વિશ્વ સાથે કદમ મિલાવશે, ત્યારે હવે આ બાબતને લઈને ટેલિકોમ પ્રધાન અશ્વિનીએ માહિતી આપી છે તેમણે કહ્યું કે  ભારતમાં વિકસિત 5G અને 4G ટેલિકોમ્યુનિકેશન ટેક્નોલોજી આ વર્ષે એટલે કે 2023થી દેશમાં શરૂ થશે.

આ સહીત તેમણે આ સમય દરમિયાન  લગભગ 50 હજારથી 70 હજાર ટાવર અને સાઇટ્સ પર શરૂ કરીશું. આ ટેક્નોલોજીઓ 2024થી સમગ્ર વિશ્વને ઓફર કરવામાં આવશે. ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે સોમવારે જણાવ્યું હતું કે, માત્ર પાંચ દેશો પાસે ‘એન્ડ-ટુ-એન્ડ’ 4G અને 5G ટેલિકોમ ટેક્નોલોજી ઉપલબ્ધ છે. ભારતે ખાનગી-જાહેર ભાગીદારી દ્વારા તેની ટેકનોલોજી પણ વિકસાવી છે. એક સાથે એક કરોડ કોલની સ્થિતિને હેન્ડલ કરવા માટે તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

તેમણે વધુમાં એમ પણ કહ્યું કે ખાનગી-જાહેર ભાગીદારીને સાથે લેવાના અમારા અભિગમને કારણે અમને ઉકેલો મળ્યા છે. આમાં કોર ડેવલપ કરવામાં આવ્યો છે. પબ્લિક સેક્ટર અને પબ્લિક ફંડ્સે તેમાં રોકાણ કર્યું હતું. બાકીના ખાનગી ભાગીદારીથી આવ્યા હતા.વિદેશી કંપનીઓની સફળતાની વાર્તાઓ શેર કરતા મંત્રીએ કહ્યું કે, એપલ પહેલાથી જ ભારતમાં તેના કુલ ઉત્પાદનના 5-7 ટકા કરે છે. જો હું ખોટો નથી, તો તે ભારતમાં 25 ટકા સુધીના ઉત્પાદનને લક્ષ્યાંકિત કરી રહ્યું છે.