Site icon Revoi.in

હવે ઇન્દોર પાલિકા નિગમે પણ પરફોર્મન્સ ઇન્ડેક્સ યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું

Social Share

ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણના પરિણામ જાહેર કરવામાં આવતા હોય છે.જેમાં દેશભરમાં પહેલા ક્રમે ઇન્દોર શહેર છે. મધ્યપ્રદેશની આર્થિક રાજધાની તરીકે જાણીતા ઇન્દોર સ્વચ્છતા અભિયાનમાં નંબર 1 પર રહ્યું છે, હવે ઇન્દોર પાલિકા નિગમે પણ પરફોર્મન્સ ઇન્ડેક્સ યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. કેન્દ્રીય ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલયે પ્રથમ વખત મહાનગર પાલિકાઓની પર્ફોર્મન્સ ઇન્ડેક્સ સૂચિ બહાર પાડી છે. અને ઇન્દોર પ્રથમ વખત ટોચ પર છે. રાજ્ય માટે આ ગૌરવની વાત છે. દેશમાં ઇન્દોર અને નવી દિલ્હી પાલિકા પરિષદ એક માત્ર બે મહા-નગરપાલિકાઓ છે જે ટોચ પર રહી છે અને રાજધાની ભોપાલ ત્રીજા ક્રમે છે.

પાલિકાની પરફોર્મન્સ ઇન્ડેક્સ સૂચિમાં ઇન્દોર 10 લાખની વસ્તીવાળું નગર પાલિકામાં અવ્વલ નંબર પર રહ્યું છે. અને 10 લાખથી ઓછી વસ્તી ધરાવતા મહાનગરપાલિકાઓમાં નવી દિલ્હી પાલિકા પરિષદ પ્રથમ સ્થાન પર રહ્યું છે. નોંધપાત્ર વાત એ છે કે,છેલ્લા ચાર વખત સતત સ્વચ્છતા રેન્કિંગની બાબતમાં ઇન્દોર આખા દેશમાં પ્રથમ સ્થાને રહ્યું છે. ઇન્દોર મહાનગરપાલિકા અને શહેરના લોકો પાંચમી વખત નંબર વન બનવા માટે સખત મહેનત કરી રહ્યા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનોની કામગીરીના રેન્કિંગમાં 114 શહેરોએ ભાગ લીધો હતો. આમાં મહાનગરપાલિકાઓનું વજન વિવિધ પેરામીટર્સ પર કરવામાં આવ્યું હતું. તેમાં 5 પિલરો અને 100 ઇન્ડીકેશનો સામેલ કરવામાં આવ્યા હતા. 5 પિલરોમાં મહાનગરપાલિકાઓની સેવાઓ,આર્થિક સ્થિતિ,નીતિ,તકનીકી અને વહીવટ કેવું છે,તેને સામેલ કરવામાં આવ્યું હતું. આ સાથે રેન્કિંગ દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનોની સેવાઓમાં લોકોને સ્વચ્છ પાણી,શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર,શિક્ષણ જેવી કેટેગરી સામેલ કરવામાં આવી હતી.

નાણાકીય સ્થિતિમાં રેવેન્યુની સ્થિતિ શું છે, અને સાથે જ બજેટનું સંચાલન કેવી રીતે થાય છે. ટેકનોલોજીના આધારસ્તંભમાં ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે થઇ રહ્યો છે,શહેરના વિકાસ માટે આયોજન કરીને કેવી યોજના બનાવવામાં આવી રહી છે. તો, સ્વચ્છતા,આરોગ્ય,નોંધણી અને પરમિટો જેવા મહાનગરપાલિકાના કામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

-દેવાંશી