Site icon Revoi.in

રાજયના ખેડૂતોના હિતમાં કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજીમાં નવતર પ્રયોગ આજથી હાથ ધરાશેઃ કૃષિમંત્રી

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં ખેડુતોના હિત માટે કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજીમાં નવતર પ્રયોગ આવતી કાસછી હાથ ધરવામાં આવશે. ડ્રોન ટેકનોલોજી-કૃષિ વિમાનના ઉપયોગની 100 ટકા રાજ્ય પુરસ્કૃત યોજનાનો શુભારંભ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના  હસ્તે  આજે 05મી ઓગસ્ટે રોજ સવારે 9.00 કલાકે ગાંધીનગરના ઇસનપુર મોટા ગામેથી કરવામા આવશે. આ પ્રસંગે ઇફ્કોના ચેરમેન  દિલિપભાઇ સંઘાણી  ઉપસ્થિત રહેશે. તેમ રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.

 રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું હતું. કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પ સાથે કૃષિમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગ સહિત અનેકવિધ નવા આયામો-સુધારા અમલી બનાવ્યા છે. વડાપ્રધાનના આ સંકલ્પને સાકાર કરવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજય સરકાર દ્વારા વર્ષ 2022-23 દરમિયાન કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી- કૃષિ વિમાનના મહત્તમ ઉપયોગ અંગેની નવી યોજના માટે કુલ રૂ.3500 લાખની જોગવાઈ કરવામાં અવી છે. જેના ભાગરૂપે ચાલુ વર્ષે કુલ 1,40 લાખ એકરમાં પાક સંરક્ષણ રસાયણો, નેનો યુરીયા,FCO માન્ય પ્રવાહી તેમજ જૈવિક ખાતરના છંટકાવની કામગીરી બે પધ્ધતિ દ્વારા અમલમાં મૂકવાનો ગુજરાત સરકાર દ્વારા ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.

મંત્રીએ ઉમેર્યું કે, કૃષિક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી-કૃષિ વિમાનના ઉપયોગની 100 ટકા રાજ્ય પુરસ્કૃત યોજનાનો શુભારંભ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના  હસ્તે  આજે 05મી ઓગસ્ટે રોજ સવારે 9.00 કલાકે ગાંધીનગરના ઇસનપુર મોટા ગામેથી કરવામા આવશે. આ પ્રસંગે ઇફ્કોના ચેરમેન  દિલિપભાઇ સંઘાણી  ઉપસ્થિત રહેશે.

કૃષિ મંત્રીરાઘવજી પટેલ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા ખાતેથી અને કૃષિ રાજય મંત્રી મુકેશ પટેલ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ભટગામેથી શુભારંભ કરાવશે.જયારે ડાંગ જિલ્લા સિવાય બાકીના તમામ જિલ્લાઓમા આજ દિવસે શુભારંભ કરવામાં આવશે.

કૃષિ મંત્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે પ્રથમ યોજનામાં એટસોર્સ પદ્ધતિમાં કુલ રૂપિયા 1200 લાખની જોગવાઈ કરવામાં આવી છે જે અંતર્ગત ઇફ્કો સંસ્થા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે.જેના થકી 1500 એકરના બે થી ત્રણ ગામોના ક્લસ્ટર બનાવી નેનો યુરીયાનો છંટકાવ કરવામાં આવશે.જ્યારે બીજી યોજના અંતર્ગત આઈ-ખેડૂત પોર્ટલ પદ્ધતિમાં કુલ રૂ.2300 લાખની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં આઈ-ખેડૂત પોર્ટલ મારફત લાભાર્થી ખેડૂતે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને વહેલા તે પહેલાના ધોરણે જિલ્લા તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવશે. આઈ-ખેડૂત પોર્ટલ ગત તા.28 જુલાઈ 2022થી એક માસ સુધી ઓનલાઈન અરજીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે. મંત્રીએ જણાવ્યું હતું કે આ યોજનામાં સહાયનું ધોરણ ખર્ચના 90 ટકા અથવા વધુમાં વધુ રૂ.500 બેમાંથી જે ઓછુ હોય તે રકમ પ્રતિ એકર, પ્રતિ છંટકાવ મળવાપાત્ર થશે તેમજ જમીન ખાતા દીઠ નાણાંકીય વર્ષમાં વધુમાં વધુ કુલ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ છંટકાવની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે.