Site icon Revoi.in

હેલ્મેટ વિના ફરતા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવાને બદલે પોલીસે કરી અનોખી પહેલ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે, તેમ છતા અનેક લોકો હેલ્મેટ વિના જ વાહન હંકારતા હોવાનું સામે આવે છે. માર્ગ અકસ્માતની ઘટનામાં હેલ્મેટ વાહન ચાલક માટે આર્શિવાદ સમાન હોવાથી વાહન ચાલકોને વાર-નવાર હેલ્મેટ પહેરવા અપીલ કરવાની સાથે કાર્યવાહી કરવામાં આવે છે. દરમિયાન રાજકોટમાં પોલીસ કર્મચારીઓએ અનોખી પહેલ કરી છે. પોલીસ કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વિના વાહન હંકરનાર ચાલકને અટકાવીને તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવાને બદલે તેને હેલ્મેટ આપે છે. પોલીસની આ કામગીરીની

રાજકોટ શહેરમાં વધતી જતી વસ્‍તી અને વાહનોના કારણે દિન પ્રતિદિન અકસ્‍માતનું પ્રમાણ વધતું જાય છે, જેના નિયમન માટે સરકાર દ્વારા અંડરબ્રિજ, ઓવરબ્રિજ, પાથ વે, ટ્રાફિક સિગ્નલ, સીસીટીવી કેમેરા જેવી સુવિધા ઉપલબ્‍ધ કરાઇ છે.  વાહન ચાલકો માટે રાજયસરકારે અમલી બનાવેલા ગતિ નિયંત્રણના નિયમો છતાં વધુ ઝડપને લીધે છાશવારે  અકસ્‍માતો બનતા રહે છે, જેનાથી બચવા માટે શહેર પોલીસના સંકલનમાં રહીને પી.આઈ. ભાર્ગવસિંહ ઝણકાટે સ્‍થાનિક કક્ષાએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં વાહન ચાલકો પાસેથી દંડ લેવાના બદલે હેલ્‍મેટ આપવામાં આવે છે, જેથી વાહન ચાલક હેલ્‍મેટનો ઉપયોગ કરી અકસ્‍માતથી બચી શકે અને ટ્રાફિક મેનર્સ ઊભી થાય. આ પ્રયોગ અંતર્ગત માલિયાસણ ચોકડી પરથી પસાર થતાં વાહનોનો અકસ્‍માત નિવારવા માટે દંડ લેવાના બદલે હેલ્‍મેટ અપાઇ હતી. આ અભિયાનમાં પી.એસ.આઈ. પી.એલ. ધામા, એ.એસ.આઇ. કિરીટસિંહ અને સુરેશભાઈ હેડ કોન્‍સ્‍ટેબલ વાલાભાઈ અને રોહિતભાઈ ઉપસ્‍થિત રહ્યા હતા.