Site icon Revoi.in

પાક.ની નાપાક ચાલ, કાશ્મીરમાં તાલીબાનીઓને મોકલી આતંક ફેલાવવાનું કાવતરું

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાન પર સંપૂર્ણ કબ્જો જમાવીને તાલિબાનીઓ ત્યાં દહેશત અને ડર ફેલાવી રહ્યા છે અને નાગરિકો પર અત્યાચાર કરી રહ્યા છે અને હવે તેઓ પાકિસ્તાનના ઇશારે કાશ્મીરમાં આતંક ફેલાવવાની ફિરાકમાં છે.

ગુપ્તચર એજન્સીઓ અનુસાર, હાલમાં પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરમાં અફઘાનિસ્તાનના નંબરવાળા 3000 કાર્ડ એક્ટિવ છે. હવે અહીંયા આતંકીઓ અફઘાનિસ્તાનના સીમકાર્ડ ઉપયોગમાં લઇ રહ્યાં છે અથા તો અફઘાન આતંકીઓ આ વિસ્તારમાં સક્રિય થયા છે.

એજન્સીઓના સૂત્રો અનુસાર, અફઘાનિસ્તાનમાંથી પાછા ફરેલા લશ્કર-એ-તોઇબાના અબુ મુનાજિલને જમ્મૂ કાશ્મીરના બારી બ્રહ્મણા અને સામ્બા સેક્ટરની વચ્ચેના સંવેદનશીલ વિસ્તારોને ઉડાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.

બીજી તરફ પીઓકેમાં પણ સોશિયલ મીડિયા પર ગેરમાર્ગે દોરતા મેસેજો ફેલાવવા માટે ISIનું પ્રોપગન્ડા યુનિટ મોજુદ છે, જેને ખાસ તાલિબાનના સપોર્ટ માટે તૈયાર કરાયું છે. આ યુનિટમાં 200 લોકો છે. જે સોશિયલ મીડિયા પર ભડકાઉ કન્ટેન્ટ અપલોડ કરી રહ્યાં છે. આ યુનિટે 300થી વધારે વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપ બનાવ્યા છે.