Site icon Revoi.in

UNGA: ન્યૂયોર્કમાં 10 દેશનાં નેતાઓ ભેગા થશે, આ વિષયો પર થશે ચર્ચા

Social Share

નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તંગદિલી અને ફ્રાન્સ-ઓસ્ટ્રેલિયા UNGA વચ્ચેના તણાવ વચ્ચે આજથી ન્યૂયોર્કમાં યુનાઇટેડ નેશન્સના હેડક્વાર્ટર ખાતે 76મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા શરૂ થશે. આ વખતે UNGA ખાસ રહેશે. આ સામાન્ય સભા દરમિયાન ક્વાડ દેશોની બેઠક પણ થશે. શુક્રવારે થનારી આ બેઠકમાં પીએમ મોદી, ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન અને જાપાનના પીએમ યોશીહિદે સુગા એકબીજાને મળે તેવી સંભાવના છે.

UNGA દરમિયાન અમેરિકી પ્રમુખ જો બાઇડેન કોરોના મહામારીને કેવી રીતે સમાપ્ત કરવી તે અંગે વાત કરશે અને તે ઉપરાંત આબોહવાની કટોકટી, માનવાધિકારનું રક્ષણ, લોકશાહી અને આંતરરાષ્ટ્રીય નિયમો પર આધારિત મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ બન્યા બાદ આ તેમનો પ્રથમ હાઇ પ્રોફાઇલ કાર્યક્રમ છે.  20 સપ્ટેમ્બરે સોમવારે યુએન સેક્રટેરી એન્ટોનિયો ગુટેરેસ અને બિડેન મળશે.

સુરક્ષા પરિષદના 5 કાયમી સભ્યો, અમેરિકા, બ્રિટન, રશિયા, ફ્રાન્સ અને ચીનના વિદેશ મંત્રીઓની બેઠક પણ થવાની છે. આ બેઠકનું કેન્દ્ર અફઘાનિસ્તાન અંગેની ચર્ચા હશે. સપ્તાહનો અંત પીએમ મોદી, ઓસ્ટ્રેલિયન પીએમ સ્કોટ મોરિસન અને જાપાનના પીએમ સુગાની બેઠક સાથે રહેશે. ક્વાડ દેશોના આ ત્રણ વડાઓ બેઠક માટે વોશિંગ્ટન જશે.

આ વખતે 76મી સામાન્ય સભા દરમિયાન 100 થી વધુ વિશ્વ નેતાઓ ભાગ લે તેવી શક્યતા છે. યુએસ પ્રમુખ જો બાઇડેન, યુકેના પીએમ બોરિસ જોહન્સન, બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલસેનારો તેમજ તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તાયપ એર્ડોગન હાજરી આપી શકે છે. આ વખતે કોરોના રસીકરણ તેમજ આબોહવા પરિવર્તન પણ સૌથી મોટા મુદ્દાઓ બનશે.